રાજકોટ શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખોએ ચાર્જ સંભાળ્યા
રાજદીપસિંહ અને હિતેશ વોરાની પ્રજાના પ્રશ્ર્નો માટે લડત આપવાની જાહેરાત
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખપદે રાજદીપસિંહ જાડેજા તથા જિલ્લા કોંગ્રેસ પ્રમુખપદે હિતેશ વોરાની નિમણૂંક થતાં આજે બહુમાળી બલન ચોકમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા પુષ્પાંજલી કરી બન્ને હોદ્દેદારોએ વિધિવત ચાર્જ સંભાળ્યા હતાં. આગામી દિવસોમાં કોંગ્રેસનાં સંગઠનને વધુ મજબૂત બનાવી પ્રજાની પડખે ઉભા રહેવાનો તથા પ્રજાના પ્રશ્ર્નો માટે લડત આપવાનો બન્ને પ્રમુખોએ કોલ આપ્યો હતો. રાજકોટ શહેર કોંગ્રેસમાં પણ તાજેતરમાં ત્રણ દિવસ સુધી એઆઈસીસીના સેક્રેટરી અને શહેર કોંગ્રેસ નિરીક્ષક તરીકે નિમાયેલા ડો. શ્રીરીવેલા પ્રસાદ અને જીપીસીસી ના નિયુક્ત કરાયેલા નિરીક્ષકો દ્વારા વોર્ડ પ્રમુખો, વોર્ડ પ્રભારીઓ, પ્રદેશના હોદ્દેદારો, વિધાનસભા પ્રભારી, ફ્ન્ટલ સેલના ચેરમેનો, કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકર મિત્રો ને વન ટુ વન દરેકને પૂરતો સમય આપી રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખમા એકાદ ડઝન દાવેદરો વચ્ચે નિયુક્તિ અંગેના અભિપ્રાયો જાણી અને શહેરમાં ડો. રાજદીપસિંહ જાડેજાની તથા જિલ્લામાં હિતેષ વોરાની નિમણૂંક કરવામાં આવી હતી.
આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ અમુક તરીકે વિધિવત રીતે પૂર્વ પ્રમુખ અતુલ રાજાણી પાસેથી શહેર કોંગ્રેસ પ્રમુખ નો ચાર્જ લેતા પહેલા સવારે આઠ વાગે પ્રથમ નોરતું હોવાને પગલે પેલેસ રોડ ખાતે માં આશાપુરા ના સુભાષિશ લઈ હાટકેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે સવારે 10:00 કલાકે સાંઈબાબા મંદિર આરતી કરી સવારે 11:00 કલાકે બહુમાળી ભવન ખાતેના ચોકમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી શહેર કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો બહોળી સંખ્યામાં શુભેચ્છા સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. આજથી ચાર્જ સંભાળતાની સાથે કોંગ્રેસ પ્રમુખ રાજદિપસિંહ નિયમિત સવારે 10 થી 1 અને સાંજે 4 થી 6 રાજકોટ શહેરની જનતા અને કોંગ્રેસના કાર્યકરોને રૂૂબરૂૂ મળશે.