For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ ચેમ્બરની રજૂઆતને સફળતા: 10 લાખ સુધીની આવક ટેક્સ મુક્ત કરવાની માગનો સ્વીકાર

05:10 PM Feb 01, 2025 IST | Bhumika
રાજકોટ ચેમ્બરની રજૂઆતને સફળતા  10 લાખ સુધીની આવક ટેક્સ મુક્ત કરવાની માગનો સ્વીકાર

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામનજી દ્વારા વર્ષ 2025-26 નું આઠમું સંપર્ણ બજેટ રજુ કરવામાં આવ્યું છે. જેને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સર્વાગી વિકાસ માની આવકારે છે. ભારતની અર્થવ્યવસ્થા મજબુત બની છે તેમજ વિકસીત ભારત 2047નો રોડમેપ તૈયાર કરાયેલ છે.

Advertisement

પ્રમુખ વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા, માનદમંત્રી નૌતમભાઈ બારસીયા, સહમંત્રી ઉતસવભાઈ દોશી, ટ્રેઝ22 વિનોદભાઈ કાછડીયા તથા તમામ કારોબારી સભ્યોએ આ બજેટને આવકારતા જણાવેલ કે, આ બજેટમાં તમામ વર્ગોનો સમાવેશ કરાયેલ છે. તેમજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિથારામનજીને 14 જેટલા વિવિધ મુદ્દાઓની રજુઆત કરવામાં આવેલ હતી. વધુમાં રાજકોટ સૌરાષ્ટ્રનું હબ હોય તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી રાજકોટમાં MSME ની સંખ્યા આશરે 2 લાખથી વધુ હોય ત્યારે આ બજેટમાં સ્ટાર્ટઅપને 20 કરોડ અને MSME માટે 10 કરોડની મર્યાદા વધારવાથી ખજખઊને વધુમાં વધુ ફાયદો થશે અને રોજગારીનું પણ નિર્માણ થશે. ખાસ કરીને આ બજેટમાં શહેરી વિકાસ, ગ્રામીણ, અર્થવ્યવસ્થા, ઉદ્યોગો, આવાસ, ગરીબ, મહિલા, કિશાન, આરોગ્ય વિગેરે પર વધુ ફોક્સ કરવામાં આવેલ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement