For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનો નફો રેકોર્ડબ્રેક રૂા.30.47 લાખને આંબ્યો

04:49 PM Sep 22, 2025 IST | Bhumika
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનો નફો રેકોર્ડબ્રેક રૂા 30 47 લાખને આંબ્યો

વાર્ષિક સામાન્ય સભામાં હિસાબો, આવક, ખર્ચ સહિતનું અંદાજપત્ર રજૂ કરાયું : બંધારણ અને રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ ચેમ્બરને અર્પણ કરાયું

Advertisement

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વીપી વૈષ્ણવના અધ્યક્ષ સ્થાને નૌતમભાઈ બારસીયાએ બંધારણ સમિતિના અધ્યક્ષ તથા સભાસદમિત્રોને આવકારીએજન્ડા મુજબની કાર્યવાહીનો પ્રારંભ કરતા વર્ષ 2024-25 નીવાર્ષિક સામાન્ય સભાનો એજન્ડા તમામ સભ્યોને મોકલી આપેલ હતો તેની જાણ કરી ગત વર્ષ 2023-24ની વાર્ષિક સામાન્ય સભાની મિનીટસનું વાંચન કરેલ જે હાજર રહેલ સભ્યો દ્વારા સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ.

સંસ્થાના મંત્રીએ વર્ષ 2024-25 દરમ્યાન યોજવામાં આવેલ 123 જેટલી મિટીંગ-મુલાકાતો, સેમિનારોવેબીનારો, ઓપન હાઉસ, 67 જેટલી અખબારી યાદીઓ તેમજ 14 કારોબારી સમિતિની મિટીગ વિગેરે કાર્યવાહીનો અહેવાલ રજુ કરેલ. જેની ઉપસ્થિત સૌ સભ્યોએ સહર્ષ નોંધ લીધેલ. ત્યારબાદ રાજકોટ ચેમ્બરને ટ્રેઝર ર વિનોદભાઈ કાછડીયા દ્વારા વર્ષ 2024-25 ના આવક-જાવકના ઓડિટે હિસાબો રજુ કરેલ અને કુલ ખર્ચ કરતા આવકમાં રૂૂા. 30,47,861/- નો વધારો થયેલ છે તે રજુ કરેલ અને ચાલુ વર્ષ 2025-26નું અંદાજપત્ર રજુ કરતા સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ ત્યારબાદ મંત્રી નૌતમભાઈ બારસીયાએ ચાલુ વર્ષ માટે ઓડિટર તરીકે મે. ડી.વી. લાલચંદાણી એન્ડ કંપનીનું નામ સુચવતા તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ.

Advertisement

નૌતમભાઈ બારસીયાએ ગત વર્ષની વાર્ષિક સામાન્ય સભામાં બંધારણને સર્વાનુમતે મંજુર કરેલ અને ત્યાર બાદ ચેરીટી કમિશ્નર સમક્ષ સોસાયટી એકટ 1860 અને ચેરીટી એકટ હેઠળ રજીસ્ટ્રેશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી ત્યારે આજની આ વાર્ષિક સામાન્ય સભામાં સહર્ષની લાગણી સાથે જણાવીએ છીએ કે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીને સોસાયટી એકટ 1860 અને ચેરીટી એકટ હેઠળ રજીસ્ટ્રેશન પ્રાપ્ત થઈ ગયું છે.

જેની સૌ ઉપસ્થિત સભાસદોએ સહર્ષ નોંધ લીધેલ બંધારણ સમતિના અધ્યક્ષ ડો. પુરૂૂષોતમભાઈ પીપરીયાએ જણાવેલ કે, સંસ્થાનું બંધારણ તૈયાર કરવા માટે 7સભ્યોની સમિતિની રચના કરવામાં આવેલ હતી અને ગત વાર્ષિક સામાન્ય સભામાં બંધારણને લગતા પ્રશ્નો-સુચનો પણ આવ્યા હતા અને દરેકને સાંભળી યોગ્ય પ્રત્યુતરો આપી આ બંધારણને સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ અને રજીસ્ટેશનની પ્રક્રિયા હાથ ધરેલ અને હવે સંસ્થા રજીસ્ટર્ડ થઈ ગઈ છે.

તે ખુબ જ આનંદની વાત છે જેનાથી સરકારની વિવિધ સહાયો-લાભો મળવાપાત્ર થશે આમ સૌને અભિનંદન પાઠવી પ્રમુખ વી.પી. વૈષ્ણવને બંધારણ તથા રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ અર્પણ કરવામાં આવ્યા પ્રમુખ વી.પી. વૈષ્ણવએ આજની વાર્ષિક સામાન્ય સભામાં તમામ સભાસદો દ્વારા ઓડિટેડ હિસાબો, અંદાજપત્ર, વિગેરે મંજુર કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરીને બંધારણ સમિતિના સભ્યોએ જે જહેમત ઉઠાવી છે તે ખરેખર આવકારદાયક છે અને સંસ્થા રજીસ્ટર્ડ થઈ ગયેલ છે તે બદલ સૌ સભાસદ મિત્રોને હાર્દિક અભિનંદન પાઠવેલ.

આમ વાર્ષિક સામાન્ય સભામાં એજન્ડા મુજબની કાર્યવાહી પુર્ણ થતા ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રાએ જણાવેલ કે, રાજકોટ ચેમ્બર હર હંમેશ સભ્યોના હિત માટે કાર્ય કરી રહ્યુ છે ત્યારે તેઓની દરેક મુશ્કેલીમાં સંસ્થા સાથે જ છે. ત્યારે કોઈપણ પ્રશ્નોસુચનો હોય તો મોકલી આપવા અનુરોધ કરી આભાર વ્યક્ત કરેલ. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement