ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સ્વ.વિજયભાઇ રૂપાણી નામ આપવા રાજકોટ ચેમ્બરની માંગ

05:08 PM Jul 07, 2025 IST | Bhumika
Advertisement

ગુજરાતની ધરતી પરની આ ગોઝારી ઘટનામાં 290 થી વધુ લોકોના અકાળે અવશાન થયા જેનાથી સમગ્ર દેશ શોકમગ્ન થઈગયું. આ કરુણાંતીમાં વિમાનમાં લંડન જઈ રહેલા રાજયના પુર્વ મુખ્યમંત્રીશ્રી સ્વ. વિજયભાઈ રૂૂપાણીનું દુ:ખદ અવશાન થયુ અને જાહેર જીવનમાં એક મોટા ગજાના નેતાની અણધારી વિદાયથી ન પુરી શકાય તેવી ખોટ પડી છે. ખાસ કરીને રાજકોટ-સૌરાષ્ટ્ર આ ઘટનાથી ખુબ હતપ્રભ થઈ ગયું.

Advertisement

તેઓના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ 62મ્યાન 2ાજકોટને નવું બસપોર્ટ, એઈમ્સ, અટલ સરોવર, ન્યુ રેસકોર્ષ, નવી જીઆઈડીસી, ઓવરબ્રીજો, જેવા અનેકવિધ વિકાસકાર્યોની ભેટ અર્પણ કરી પોતાના માદરે વતન રાજકોટ પર અવિરત વહાલ વરસાવ્યું હતું. તેમજ ’સૌની યોજના" દ્વારા સૌરાષ્ટ્રના ગામે ગામમાં પાણી પહોંચાડ્યું હતું અને સૌરાષ્ટ્રના તરસ્યા ડેમો નવપલ્લવિત થયા હતા અને ખેડુતો સમૃધ્ધ થયા અને સૌરાષ્ટ્રના સુકા પ્રદેશમાં સૌની યોજનાના કારણે ચોતરફ હરિયાળી છવાઈ ગઈ હતી. સુજલામ-સુક્લામ યોજના દ્વારા સૌરાષ્ટ્રભરના ગામ-શહેરોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી.

રાજકોટ સાથે સ્વ. વિજયભાઈ રૂૂપાણીનો નાતો અતુટ રહયોછે તેથી સ્વ વિજયભાઈ રૂૂપાણીની સ્મૃતિ લોકમાનસ તરીકે કાયમ રહે તેવા શુભ આશયથી હિરાસર ખાતે "રાજકોટ ઈન્ટરનેશન એરપોર્ટ"ને "વિજયભાઈ રૂૂપાણી" નામકરણ કરી તેમના પુણ્યશાળી આત્મને આદ2ાજલી આપવા રાજકોટ ચેમ્બ2 ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, ગુહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહજી તથા નાગરીક ઉડ્યનમંત્રી કે. રામમોહન નાયડુજી સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

Tags :
gujaratgujarat newslate Vijaybhai RupanirajkotRajkot airportrajkot news
Advertisement
Next Article
Advertisement