ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ બસપોર્ટ મુસાફરો માટે અસલામત સ્થળ બન્યું

05:06 PM Oct 09, 2025 IST | Bhumika
Advertisement

પંખા, પોપડા પડવા, અકસ્માત સર્જવા સહિતના બનાવોથી ઉપસેલું ચિત્ર: હિતરક્ષક સમિતિના આક્ષેપ

Advertisement

રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર છે. શૈક્ષણિક હબ બની ગયેલ રાજકોટ બસમાં સતત વિદ્યાર્થીઓની અને મુસાફરોની અવરજવર રહેતી હોય છે. અંદાજે 70 હજાર મુસાફરોની રોજિંદી અવરજવર અને 1200 થી વધુ બસો ની આવક જાવક વચ્ચે શહેરની આગામી 20 વર્ષની વસ્તીને ધ્યાનમાં લઇ બસ સ્ટેશનનું આયોજન સુ વ્યવસ્થિત કરવાનું હોય પરંતુ રાજકોટનું એસ.ટી બસપોર્ટ 30 વર્ષ સુધી પીપીપી ધોરણે સરકારે કરાર કરી આપી દેવામાં આવ્યું છે. હાલ તો પરિસ્થિતિ એ પ્રકારની છે કે બસપોર્ટ માં પ્લેટફોર્મ પર બેઠા હોય તો ક્યારે પોપડા પડે કે પંખા પડે એની ગેરેન્ટી નહીં અને બસમાં બેસવા જાય તો બસો ચગદી નાખે ભંગાર અને ખખડધજ બસો ચલાવવાનું એસ.ટી તંત્ર હવે બંધ કરે.

જે ઘટના બની છે તેમાં ડ્રાઇવરના કહેવા મુજબ બ્રેક ફેલ થઈ ગઈ હતી જે અંગે મુસાફર હિતરક્ષક સમિતિના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા જસદણ ડેપો મેનેજર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે આ બાબત શક્ય નથી કારણ કે બસ જસદણ રુટ થી ફેરા કરતી હતી અને બરવાળા જતી હોય અને બસ સ્ટેશનમાં ઘટના બની છે. આ અંગે તપાસનીશ અધિકારી પીએસઆઇ સાથે વાત થયા મુજબ એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ ખરી હકીકત જાણવા મળશે તેવું જણાવ્યું હતું એ ઋજક રિપોર્ટ સ્થાનિક લેવલે આવવા છતાં હજુ આવેલ નથી તે એક પ્રશ્ન છે. બસો માં મુસાફરોના થતા પ્રાણ ઘાતક અકસ્માત માટે જવાબદાર કોણ ?

તંત્ર, ડેપો મેનેજર, કોન્ટ્રાક્ટર કે હેડ મિકેનિક કોણ જવાબદાર બસપોર્ટમાં અંધાધુંધી અને અરાજકતા અને મુસાફરોના જીવ જોખમમાં હોવાનું આડેધડ થતા પાર્કિંગ ના પગલે થતા અકસ્માતો અને અગાઉની બે પ્રાણ ઘાતક અકસ્માતો ના પગલે ડેપો મેનેજર પર પગલા ભરવા તારીખ 11/9/2025 થી જવાબદારી ફિક્સ કરી રાજકોટના વિભાગીય નિયામક, રાજ્યના મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના મેનેજિંગ ડિરેક્ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી અને તેમ છતાં એ ફરિયાદનો ઉલાળીયો કરવાની તંત્ર વાહકોની નીતિના પગલે વધુ એક મુસાફર પ્રાણઘાતક અકસ્માત નો ભોગ બન્યો છે.

આગામી દિવસોમાં પણ ગમે તે મુસાફરોનો કે વિદ્યાર્થીનો વારો આવી શકે તેવી પરિસ્થિતિ હાલ એસ.ટી બસપોર્ટ માં હોવા છતાં તંત્ર વાહકોને કે અધિકારીઓને કશી દરકાર નથી. અમારી જાણ મુજબ જે ઘટના ગઈકાલે બની છે એના આગલા દિવસે પણ રાજકોટ સાળંગપુર રૂૂટની બસ સાંજે 7:00 કલાકે ઉપડે છે તે બસમાં સિનિયર સિટીઝનના પગ કચડાઈ ગયા હોય એવું પણ આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે તેમ છતાં બીજે દિવસે તંત્રએ બનાવની ગંભીરતા લીધી નથી પોલીસ તંત્ર હપ્તા ઉઘરાવામાં વ્યસ્ત છે એસટીના અધિકારીઓ નિંદરમાં છે અને વ્યાજબી રજૂઆતોનો ઉલાળીયો કરવાની તંત્ર વાહકોની નીતિ આગામી દિવસોમાં વધુ મુસાફરો નો ભોગ લઈ શકે છે. કોઈ જાતની સલામતી એસ.ટી બસપોર્ટ માં મુસાફરો માટે છે નહીં.

Tags :
gujaratgujarat newrajkotRajkot Bus Portrajkot news
Advertisement
Next Article
Advertisement