ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ બન્યું યોગમય, એક લાખ લોકોએ ર્ક્યો યોગાભ્યાસ

05:52 PM Jun 21, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મહાનગરપાલિકા દ્વારા મુખ્ય પાંચ સ્થળે આયોજન, બાગ-બગીચા, શાળા-કોલેજો, સરકારી-ખાનગી સંસ્થાઓ દ્વારા યોજાયા કાર્યક્રમો

Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 21-મી જૂન 11 મા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત શહેરમાં જુદા જુદા પાંચ સ્થળોએ શહેરીજનો માટે યોગાભ્યાસ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય પાંચ સ્થળ ઉપરાંત શહેરના વિવિધ બગીચાઓ, સરકારી અને ખાનગી શાળા - કોલેજો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, વિવિધ સરકારી કચેરીઓ, રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ઓફિસ ખાતે આશરે 1 લાખ જેટલા નાગરિકો યોગમાં જોડાયા હતા.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોનના 6 વોર્ડના નાગરિકો માટે યોગાભ્યાસ માટે શ્રી માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ સંકુલ, રેસકોર્ષ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન પ્રવિણભાઈ નિમાવત, આર.સી.એમ.શ્રી મહેશ જાની, સનદી અધિકારીશ્રી કાંબલે વૃશાલી સહિત અંદાજીત 5000 નાગરિકો યોગાભ્યાસમાં જોડાયા હતાં.
વેસ્ટ ઝોનના 6 વોર્ડના નાગરિકો માટે યોગાભ્યાસ માટે આર.એમ.સી. નાના મૌવા સર્કલ પાસેનું ગ્રાઉન્ડ, નાના મૌવા મેઈન રોડ,રાજકોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં પતંજલી સંસ્થા દ્વારા ઉપસ્થિત નાગરિકોને યોગાભ્યાસ કરાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત પ્રવચન શાસક પક્ષ દંડકશ્રી મનીષભાઈ રાડીયા દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા દ્વારા કરવામાં આવેલ. અંદાજે બે હજાર લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ઇસ્ટ ઝોનના 6 વોર્ડના નાગરિકો માટે યોગાભ્યાસ માટે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ શાળા, સંત કબીર રોડ, રાજકોટખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ઉપસ્થિત નાગરિકોને યોગાભ્યાસ કરાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત પ્રવચન દિલીપભાઈ લુણાગરીયા દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી નયનાબેન પેઢડીયા દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અંદાજીત 1000 નાગરિકો યોગાભ્યાસમાં જોડાયા હતાં.

મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગજન તથા ખાસ કેટેગરીના લોકો માટે મહાત્મા ગાંધી મ્યુઝિયમ, જ્યુબિલી ચોક પાસે, જવાહર રોડ, રાજકોટખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઉપસ્થિત દિવ્યાંગજન તથા ખાસ કેટેગરીના લોકો માટે યોગાભ્યાસ કરાવવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 21-મી જૂન 11 મા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગતશહેરમાં જુદા જુદા પાંચ સ્થળોએ શહેરીજનો માટે આયોજિત યોગાભ્યાસ કાર્યક્રમમાં, યોગાભ્યાસની શરૂૂઆત પહેલા, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પ્રાસંગીક ઉદબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવેલ.

Tags :
gujaratgujarat newsinternational yoga dayrajkotrajkot newsYoga Day
Advertisement
Advertisement