For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ-અમદાવાદ સિક્સલેન હાઇવે કામ હવે ‘પાટે’ ચડશે?

06:21 PM Dec 09, 2023 IST | Bhumika
રાજકોટ અમદાવાદ સિક્સલેન હાઇવે કામ હવે ‘પાટે’ ચડશે

Advertisement

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજકોટથી એસ.ટી.ની વોલ્વોમાં ગાંધીનગરની મુસાફરી કરતા નવી આશ

હર્ષ સંઘવીએ ગાંધીનગર પહોચતાં સુધીમાં હાઇવેની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યા’નો સૂત્રોનો દાવો: વાહન ચાલકોની હાલાકી લોકસભા ચૂંટણી પહેલા પૂરી થાય તેવા ઉજળા સંકેત

Advertisement

બે દિવસ પહેલા જ રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટ ખાતે અમદાવાદથી રાજકોટ સુધી વંદે ભારત ટ્રેન અને રાજકોટથી પરત ગાંધીનગર સુધી એસ.ટી.ની વોલ્વો બસમાં મુસાફરી કી હતી અને પ્રજાને મળતી સુવિધા સલામતી ચકાસણી કરી હતી. ગૃહમંત્રીનો આ પ્રવાસ રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે ફળદાયી નિવડશે તેવી સૌને આશા બંધાણી છે. રાજકોટ- અમદાવાદ સિકસલેન હાઇ-વેની કામગીરી હાલ ચાલી રહી છે અને ગૃહમંત્રી પરત ફરતી વખતે એસટીની વોલ્વોમાં ગયા હોવાથી કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું છે અને કામગીરી કેટલી થઇ છે? તેની સમીક્ષા પણ કરી હોવાનું સુત્રોએ જણાવ્યું છે ત્યારે સિકસલેનની કામગીરી હવે પાટે ચડશે? તેવા સવાલો વાહન ચાલકોમાં થઇ રહ્યા છે. ગુજરાત અને દેશભરમાં ચાલી રહેલી સ્વચ્છ યાત્રા અભિયાન અંતર્ગત ગુજરાત રાજયના હષર સંઘવી દ્વારા અમદાવાદથી રાજકોટ સુધી વંદે ભારત ટ્રેનની મુસાફી કી હતી અને રાતે રાજકોટ બસપોર્ટની મુલાકાત લીધી હતી તેમજ તાજેતરમાં થયેલી સ્વચ્છતા કામગીરીની સમીક્ષા કરી હતી અને બાદમાં ગાંધીનરગ સુધી એસટીની વોલ્વો બસમાં મુસાફરી કરી બસમાં યાત્રા કરતા અન્ય યાત્રિકો સાથે સેલ્ફી લઇ અને સુવિધા- દુવિધા અંગે વાર્તાલાપ કર્યા હતા અને રાતે 3 વાગ્યાની આસપાસ ગાંધીનગર પહોંચ્યા હતા.
સૌરાષ્ટ્રને ગુજરાત સાથે જોડતા રાજકોટ અને અમદાવાદ વચ્ચે કોરોના સમયગાળા પહેલાની સિકસલેન હાઇવેની કામગીરી ચાલી રહી છે જે તબક્કાવાર પુર્ણ કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ હાલ આ કામગીરી 60 ટકા જેટલી પહોંચી છે જે હજુ પણ શરૂ છે અને 40 ટકા જેટલી કામગીરી બાકી છે જે ગોકળગતીએ ચાલતી હોવાનો દાવો સુત્રોએ કર્યો હતો. અને કામગીરી વહેલી પૂર્ણ કરવા માટે વેપારી સંગઠનો, સામાજીક સંસ્થાઓ અને ચુંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પણ અનેક વખત રજુઆત કરવામાં આવી છે.

તાજેતરમાં આવેલા રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજકોટથી એસ.ટી.ની વોલ્વોમાં ગાંધીનગર સુધી મુસાફરી કરવામાં આવી હતી. આ મુસાફી દરમ્યાન રાજકોટથી અમદાવાદ સુધી ચાલતી કામગીરીની અમુક સ્થળોએ ચકાસણી કરવામાં આવી હતી અને કામગીરીનું નિરીક્ષણ કરી સમીક્ષા કરી આ કામગીરી કયારે પુરી થશે તેવી વગેરે માહિતી મેળવી હતી અને આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા સંબંધીત અધિકારીઓને ટકોર કરી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટથી અમદાવાદ હાઇવે પર સિકસલેનની ઘણા વર્ષોથી ગોકળગતિએ કામગીરી ચાલી રહી છે અને તેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જેમાં હાઇવે પર ચાલતી ઓવરબ્રીજની કામગીરીના લીધે છાશવારે ટ્રાફિકજામની સ્થિતિ સજાય છે અને વાહન ચાલકોને કલાકો સુધી ફસાઇ રહેવું પડતું હોય છે અને કયારે ધુળની ઉડતી ડમરી, ડાઇવર્ઝન ખાડાઓના કારણે અક્સ્માતો સર્જાઇ રહ્યા છે ત્યારે ગૃહમંત્રીના મુલાકાતથી અને હાઇવેની કામગીરીનું નિરિક્ષણ કરતા વાહન ચાલકોને આશા બંધાણી છે કે હાઇવેની કામગીરી વહેલી પૂર્ણ થશે અને વાહન ચાલકોને સમસ્યાથી છુટકારો મળશે. વાહન ચાલકોની હાલાકી લોકસભા ચુંટણી પહેલા પૂર્ણ થાય તેવા ઉજજળા સંકેત જોવા મળી રહ્યા હોવાનો દાવો સુત્રોએ કર્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement