રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચકચારી એડવોકેટ હારૂન પલેજા ખૂન કેસમાં રાજકોટના એડવોકેટ દેસાઇની સ્પે.પીે.પી તરીકે નિમણૂક

12:09 PM Sep 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જામનગરનાં જાણીતા વકીલ હારૂન પાલેજાની હત્યાનાં ચકચારી કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ કેસમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસીક્યુટર તરીકે રાજકોટનાં ખ્યાતનામ સિનિયર એડવોકેટ અનિલભાઈ દેસાઇની નિમણૂંક કરવામાં આવી છે. અનિલભાઈ દેસાઇએ સૌરાષ્ટ્ર-કચ્છનાં અનેક ચર્ચિત કેસોમાં સરકારી વકીલ તરીકે સફળતાપૂર્વક કામગીરી બજાવી છે. તેમની આ નિમણૂંકથી હારૂન પાલેજા હત્યાકાંડ કેસમાં ન્યાય મળવાની આશા વધી છે.

ગત તા.13/03/2024 ના સાંજના સમયે જામનગર વાછાણી મીલ બેડીના ઢાળીયા પાસે ગત તા.13/3/2024ના રોજ એડવોકેટ હારૂન પલેજાનું આરોપી રજાક ઉર્ફે સોપારી, બશીરભાઇ સાયચા, સિંકદરભાઇ ઉર્ફે સિકલો સાયચા, દિલાવર કકલ, સુલેમાન કકલ, રમજાનભાઇ સાયચા, ઇમરાન સાયચા, એજાઝ સાયચા, ગુલામ સાયચા, મહેબુબ સાયચા, ઉમર ચમડીયા, શબીર ચમડીયા અને અસગર સાયચા વિગેરે દ્રારા કાવતરૂ રચી ત્રિક્ષણ હથિયાર વડે ખૂન કરવામાં આવ્યું હતું. સરકારના કાયદા વિભાગમાં આ કેસમા સિનીયર એડવોકેટ, બાહોશ, પ્રમાણિક, કાયદાના તલસ્પર્શી, અભ્યાસુ, સરકાર પક્ષે કેસ ચલાવનાર અભ્યાસુ એડવોકેટને સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણૂંક કરવા માટે વકિલ મંડળ તથા આમ પ્રજા તરફથી રજુઆત થયેલી, જેના અનુસંધાને તાજેતરમાં રાજયના કાયદા વિભાગે રાજકોટના પુર્વ જીલ્લા સરકારી વકિલ અને પબ્લીક પ્રોસીકયુટર, રાજકોટ બાર એસોશીએશનના પુર્વ પ્રમુખ, રાજકોટના નામાંકિત સીનીયર એડવોકેટ અનીલભાઇ દેસાઇ ની સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણૂક કરેલ છે.

જાણીતા સીનીયર એડવોકેટ.અનીલભાઇ દેસાઇ એ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના સંખ્યાબંધ ચકચારી કેસોમા સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે ફરજ બજાવેલ છે અને ચકચારી કેસોમા ખૂંખાર કુખ્યાત ગુન્હાગારોને સજાઓ કરાવેલ છે. અનીલભાઇ દેસાઇ હાલમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, અમરેલી, કચ્છ-ભુજ સહિતાના જીલ્લાઓમાં સરકાર તરફે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે સંખ્યાબંધ કેસોમા નિમણૂંક થયેલ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજય સરકાર દ્રારા અગાઉ સંખ્યાબંધ ચકચારી કેસોમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે અનીલભાઇ દેસાઇની નિમણૂંક કરવામા આવેલી છે તેઓ કાયદાની આંટીધુંટી આગવી કુનેહ સુલટાવતા ખૂન કેસમા સૌરાષ્ટ્રના જાણીતા ખ્યાતનામ ધારાશાસ્ત્રી અનીલભાઇ દેસાઇની નિમણૂંક થયેલ છે.

Tags :
gujaratgujarat newsjamnagar news
Advertisement
Next Article
Advertisement