For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરના એએસઆઇને 2 લાખની લાંચ લેતા ઝડપતી રાજકોટ એસીબી

12:08 PM Feb 27, 2025 IST | Bhumika
ગાંધીનગરના એએસઆઇને 2 લાખની લાંચ લેતા ઝડપતી રાજકોટ એસીબી

ગાંધીનગરમાં સેકટર-7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો અશોકભાઇ બેચરભાઇ ચૌધરી, અનાર્મ્ડ એ.એસ.આઇ રૂૂપિયા 2 લાંખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો છે,અતીથી ધાબા પાસે સર્વિસ રોડ પર લાંચ લેવા આવ્યો અને રાજકોટ એસીબીએ તેની ધરપકડ કરી લીધી છે,ફરિયાદીની અરજીમાં ગુનો નહી નોંધવા તેમજ હેરાનગતિ નહી કરવા માટે માંગી હતી લાંચ.

Advertisement

આ કામના આક્ષેપીત સેકટર-7 પોલીસ સ્ટેશન, ગાંધીનગરમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે. આ કામના ફરીયાદી વિરૂૂધ્ધ નાણાકીય લેતી દેતી અંગે ગેરરીતીની અરજી કરેલ તેની તપાસ આક્ષેપીત ચલાવી રહેલ હોય, આક્ષેપીતે ફરીયાદીને અરજી તપાસમાં હેરાનગતી નહી કરવા અને ગુનો દાખલ નહી કરવાના અવેજ પેટે રૂૂ.2,00,000/- ની લાંચની માંગણી કરેલ. જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ જામનગર એસીબીનો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરરમિયાન આક્ષેપીતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ માંગી, સ્વીકારી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી ઝડપાઈ જઈ ગુનો કર્યો હતો. તેમણે રૂા.2 લાખની લાંચ માંગી હતી અને તે સ્વીકારવા માટે અડાલજ પાસે અતીથી ધાબાના સ્વર્સીરોડ પાસે પહોંચ્યા હતા.

આ સમગ્ર કામગીરી આર.એન.વિરાણી, પોલીસ ઇન્સ્પેકટર, જામનગર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. સ્ટાફ દ્વારા સુપર વિઝન અધિકારી કે.એચ.ગોહિલ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમના વડપણ હેઠળ કરવામા આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement