ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદિપસિંહના આગોતરા નામંજૂર

11:39 AM Aug 07, 2025 IST | Bhumika
Advertisement

સ્યુસાઇડ નોટમાં અમિત ખૂંટે કરેલા ઉલ્લેખ બાબતે સરકારી વકીલની દલીલો માન્ય રાખી કોર્ટે કરેલો હુકમ

Advertisement

ચકચારી બનેલા રીબડા નાં અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં આરોપી રાજદિપસિંહ જાડેજાએ સેશન્સ કોર્ટ માં મુકેલી આગોતરા જામીન અરજી કોર્ટ દ્વારા નામંજુર કરાઇ છે.પ્રાપ્ત વિગત મુજબ રિબડા નાં અમિત ખુંટ આપઘાત ઘટનાં માં મૃતક અમીત ના ખિસ્સા માંથી મળેલી સ્યુસાઇડ નોટમાં મરવા મજબુર કરવા અંગે રાજદિપસિંહ જાડેજા નું નામ હોય ગોંડલ તાલુકા પોલીસ માં રાજદિપસિંહ સામે ગુન્હો નોંધાયો હતો.

બનાવ બાદ રાજદિપસિંહ ફરાર હોય તેમના દ્વારા હાઇકોર્ટ માં કોસીંગ અરજી કરાઇ હતી.જે હાઇકોર્ટ દ્વારા રદ કરાતા રાજદિપસિંહે અત્રેની સેશન્સ કોર્ટ માં આગોતરા જામીન માટે અરજી કરી હતી.જે કોર્ટ દ્વારા નામંજુર કરાઇ છે. રાજદિપસિંહ ઘણા સમય થી ફરાર હોય આ કેસ નાં અન્ય આરોપીઓ સામે ચાર્જશીટ મુકાયુ હોય જેમા રાજદિપસિંહ ને ફરાર દર્શાવાયા સહિત ની સરકારી વકીલ ઘનશ્યામ ભાઇ ડોબરીયાની દલીલો બાદ કોર્ટ દ્વારા આગોતરા જામીન નામંજુર કરાયા હતા.

Tags :
Amit Khunt suicide casegujaratgujarat newsRajdeep SinghRibada
Advertisement
Next Article
Advertisement