For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કડકડતી ઠંડી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો

05:56 PM Jan 11, 2025 IST | Bhumika
કડકડતી ઠંડી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો

Advertisement

પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં છાંટાથી ખેડૂતોમાં ચિંતા
રાજ્યમાં એક તરફ જાન્યુઆરી મહિનાની કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. બીજી તરફ ગુજરાતના જ કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે, તો કેટલાક વિસ્તારોમાં જ કડકડતી ઠંડી વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે.

Advertisement

પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે. પાલનપુરના જગાણા, ભાગળ સહિતના પંથકમાં વરસાદી છાંટા પડ્યા છે. કમોસમી વરસાદની શક્યતાને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદના પગલે પાકમાં નુકસાન જવાની ભીતિ છે. બીજી તરફ જો આ જ વરસાદી માહોલ બે દિવસ પછીના ઉત્તરાયણના તહેવારમાં પણ રહે તો તે પતંગ રસિકોની મજા પણ બગાડી શકે છે.

હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી વ્યક્ત કરી છે. જેમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. જો આગામી 24 કલાકની વાત કરવામાં આવે તો લઘુતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થશે. પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફના પવનોના લીધે ઠંડી ઘટશે. 12 જાન્યુઆરી બાદ ફરી તાપમાનમાં થશે ઘટાડો.

Advertisement
Tags :
Advertisement
Advertisement