For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ પ્રોપર્ટી માર્કેટને વરસાદી બ્રેક, તેજીને તહેવારોની રાહ

03:35 PM Sep 12, 2024 IST | admin
રાજકોટ પ્રોપર્ટી માર્કેટને વરસાદી બ્રેક  તેજીને તહેવારોની રાહ

અત્યાર સુધીમાં 1782 પ્રોેજેકટમાં 26 હજાર કરોડનું રોકાણ, વેચાણ સહિતના કારણે 488 પ્રોજેક્ટ હજી ચાલુ, 197 પ્રોજેક્ટમાં એક્સટેન્શન ચાલુ

Advertisement

રાજકોટમાં ગગનચુંબી ઇમારતો બનાવવાનો સીલસીલો વણથંભ્યો રહે છે. સામે પક્ષે લેવાલી પણ એટલી ઉંચી રહે છે. પરંતુ આ સીલસીલાને હાલમાં વરસાદી બ્રેક લાગી છે. સૌરાષ્ટ્રભરમાંથી લોકો રાજકોટમાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા આવે છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિથી આ રોકાણ ધીમું પડયું છે. આજની તારીખે રેરામાં રજીસ્ટ્રેશિન થયેલ પ્રોજેકટમાંથી 488 હજુ ચાલુ છે.

ગુજરાતના રિયલ એસ્ટેટમાં અનેક પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા છે છતાં આર્થિક મંદીના કારણે તૈયાર થયેલા યુનિટ્સ સમય મર્યાદામાં વેચાતા નથી, પરિણામે ડેવલપર્સની મોટાભાગની મૂડી રોકાયેલી જોવા મળે છે. રાજ્યમાં પ્રોપર્ટીઝના ભાવમાં થયેલા તીવ્ર વધારાના કારણે લોકોની ખરીદશક્તિ ઘટી રહી છે.

Advertisement

રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) ના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે, જ્યારથી ઓથોરિટીની રચના કરવામાં આવી છે ત્યારથી અત્યાર સુધીમાં કુલ 15 હજાર જેટલા પ્રોજેક્ટ્સ રજિસ્ટર્ડ થયાં છે. ગુજરાત કે દેશના કોઈપણ રાજ્યમાં કોઈપણ પ્રોજેક્ટ શરૂૂ કરવો હોય તો રેરા રજિસ્ટ્રેશન ફરજિયાત છે.થથ દેશમાં ગુજરાત એવું ત્રીજા નંબરનું રાજ્ય છે કે જ્યાં રિયલ એસ્ટેટના સૌથી વધુ પ્રોજેક્ટ્સ નોંધાયા છે. ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંજૂર થયેલા પ્રોજેક્ટ્સનું મૂડીરોકાણ 5.50 લાખ કરોડ રૂૂપિયા છે. રાજ્યના મુખ્ય પાંચ શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને ગાંધીનગર ઉપરાંત અન્ય સ્થળોએ નોંધાયેલા કુલ પ્રોજેક્ટ્સ પૈકી તૈયાર થયેલા 6.35 લાખ જેટલા યુનિટ્સ હજી ખાલી પડ્યાં છે, જેના મુખ્ય કારણો મંદી અને લોકોની ખરીદશક્તિમાં આવેલો ઘટાડો છે.

રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 1782 પ્રોજેકટસનું રેરામાં રજીસ્ટ્રેશન થયું છે. જેમાં 1069 રેસીડેન્શીયલ, 222 કોમર્શીયલ, 455 મિકસ ડેવ. અને 56 પ્લોટ કેટેગરીના પ્રોજેકટનો સમાવેશ થાય છે. આજની સ્થીતિએ વેચાણ ન વા સહીતના કારણોને લીધે 488 પ્રોજેકટસ ચાલુ છે. કુલ 1294 પ્રોજેકટ કંપ્લીટ થઇ ગયા છે. 197 પ્રોજકેટને એકસટેન્શન અપાયું છે જેમાં સૌથી વધુ 135 રેસીડેન્શીયલ પ્રોજેકટનો સમાવેશ થાય છે. રાજકોટમાં બધા પ્રોજેકટસ મળી કુલ રૂા.26000 કરોડનું માતબર રોકાણ થયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement