રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સૌરાષ્ટ્રના 34 ડેમમાં વરસાદી પાણીની આવક: ચાર ઓવરફ્લો

01:06 PM Jul 19, 2024 IST | admin
Advertisement

રાજકોટ જિલ્લાના 3, મોરબી 1, જામનગર જિલ્લાના 4 અને દ્વારકા જિલ્લાના 1 સહિત 9 ડેમના દરવાજા 1થી 6 ફૂટ ખોલાયા

Advertisement

સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ગઈકાલે અડધાથી 14 ઈંચ જેટલો ભારે વરસાદ વરસી જતાં પાંચ જિલ્લાઓના 34 ડેમોમાં નવા નીરની આવક નોંધાઈ છે. સિંચાઈ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે વરસાદ વરસતા 34 ડેમોમાં નવા નીર આવ્યા છે. સાથો સાથ ત્રણ ડેમ ઓવરફ્લો થયા છે. જ્યારે 6 ડેમ 90 ટકાથી વધુ ભરાઈ જતાં તમામ ડેમના પાટિયા એકથી 6 ફુટ ખોલવામાં આવ્યા છે. અને ડેમના હેઠવાસના વિસ્તારોને સાવચેત કરી નદીના પટ્ટમાં ન જવાની સુચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં ગઈકાલે મેઘાએ ભારે જમાવટ કરતા મોટાભાગના જિલ્લાઓમાં 14 ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો છે. નદીઓમાં ઘોડાપુર આવતા જળાશયોમાં પણ નોંધપાત્ર પાણીની આવક થઈ છે. જેમાં રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં 1.51, મોજ 4.29, ફોફળ 1.41, વેણુ-2 3.41, આજી-3 1.28, સોળવદર 3.94, સુરવો 0.98, ન્યારી-1 0.16, ન્યારી-1 1.15, અને કરણુકી ડેમમાં 4.92 ફૂટ વરસાદી પાણીની આવક નોંંધાઈ છે. તેવી જ રીતે વેણુ-2, મચ્છુ-2 અને ભાદર-2 ડેમના 6 દરવાજા એકથી 4 ફૂટ ખોલવામાં આવતા હેઠવાસના વિસ્તારોને સાવચેત કરવામા આવ્યા છે. જ્યારે મોરબી જિલ્લાના મચ્છુ-2માં 0.26, ડેમી-1 1.31, ડેમી-2 0.66 અને ડેમી-3માં 1.48 ફૂટ વરસાદી પાણીની આવક નોંધાઈ છે. ત્યારે મચ્છુ-3 ડેમનો એક દરવાજો 3 ફૂટ ખોલવામાં આવ્યો છે.

જામનગર જિલ્લામાં ફુલઝર-2 4.82, ડાયમીનસર 7.56, ફોફળ-2 0.98, ઉંડ-3 1.97, ઉંડ-1 3.2, વાડીસંગ 1.44 અને રૂપારેલમાં 0.16 ફૂટ નવા નીર આવ્યા છે. જ્યારે ડાયમીનસર ઉંડ-3 ડેમ ઓવરફ્લો થયા છે. સાથો સાથ ફૂલઝર અને ઉમિયાસાગર ડેમમાં 90 ટકા પાણી સંગ્રહીત થતાં બન્ને ડેમના દરવાજા એકથી 4 ફૂટ ખોલવામાં આવ્યા છે.

ઉપલેટા છેલ્લા 24 કલાકમાં ગ્રામ્ય વિસ્તારમાં ભીમોરા મજેઠી કુંઢેચ તલગાણા- નાગવદર વરજાંગ જાળીયા- લાઠ -ગ્રામ્ય વિસ્તારમા 8 થી 10 ઇંચ વરસાદ પડેલ હતો જ્યારે ગધેથડ ગાયત્રી આશ્રમ પાસે આવેલ વેણુ 2 ડેમ ઓવરફ્લો થતાં રાત્રે 10 પાટીયા 8 ફૂટ ખોલવામાં આવેલ હતા ડેમ નીચે આવતા ગામો નાગવદર વરજાંગ જાળીયા ગધેથડ મેખા ટીંબી નીલાખા ના ગામના લોકોને નદીના પટમાં ન જવા ચેતવણી આપેલા હતી જ્યારે ઉપલેટા શહેરમાં દિવસ દરમિયાન જાપટા રૂૂપે વરસાદ પડેલો હતો ત્યારબાદ રાત્રિના આઠથી દસ દરમિયાન ભારે વરસાદ પડેલ હતો જે 119 મિમી નોંધાયેલ છે જ્યારે મોસમનો કુલ વરસાદ 377 મીમી નોંધાયેલ છે જ્યારે તાલુકા નો બીજો ડેમ મોજ ડેમ ની સપાટી 37 ફૂટ થયેલ છે આ ડેમની સપાટી 44 ફૂટ છે તાલુકાના અન્ય ગામોમાં પણ એક થી બે ઇંચ વરસાદ પડેલો હતો.

દ્વારકા જિલ્લામાં ગઈકાલે 11 ઈંચથી વધુ વરસાદ વરસી જતાં વર્તુ-1 ડેમમાં 7.22, ગઢકી 3.51, વર્તુ-2 2.43, સોનમતી 4.10, સેઢાભાડથરી 5.9, વેરાડી-1 13.62, સીંઘણી 6.23, કાબરકા 3.77, વેરાડી-2 4.75 અને મીણસરવાનાવડ ડેમમાં 11.55 ફૂટ સહિત 11 ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે. જ્યારે સીંધણી ડેમ 90 ટકા ભરાઈ જતા બે મીટરે ઓવરફ્લો થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લામાં અનરાધાર 14 ઈંચ પાણી વરસી જતાં સોરઠીડેમમાં 7.15 ફૂટ નવા નીર આવતા ડેમની સપાટી 18.90 ફૂટે પહોંચી છે. જ્યારે અમરેલી જિલ્લાના સાકરોલી ડેમમાં 0.10 ફૂટ નવા નીરની આવક જોવા મળી છે. આમ ગઈકાલે સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓના 34 ડેમોમાં નવા વરસાદી પાણીની નોંધપાત્ર આવક જોવા મળી છે. જેના લીધે 4 ડેમ ઓવરફ્લો થયાનું અને 6 ડેમ 90ટકાથી વધુ ભરાઈ ગયાનું સિંચાઈ વિભાગના સુત્રોમાંથી જાણવા મળેલ છે.

Tags :
heavyrainindiaindia newsMonsoonrainrajkotrajkotnewswateroverflow
Advertisement
Next Article
Advertisement