છેલ્લા 24 કલાકમાં રાજ્યના 167 તાલુકામાં વરસાદ, સૌથી વધુ આ જીલ્લામાં ખાબક્યો
હાલ રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 167 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ વરસાદ પાટણમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સરસ્વતી તાલુકામાં 4.5 ઈંચ, અબડાસામાં સવા 4 ઈંચ, ખેરાલુમાં 3.5 ઈંચ, મહેસાણામાં 3 ઈંચ, ભાભરમાં 3 ઈંચ, બેચરાજીમાં પોણા 3 ઈંચ વરસાદ નોંધાયો.
પાટણમાં દિવસનાં વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું હતું. પાટણ, હારીજ, ચાણસ્મા તાલુકામાં વરસાદ પડ્યો છે. ત્યારે રાધનપુરમાં 2.5 ઈંચ, સાંતલપુરમાં 2.5 ઈંચ, માંડવીમાં સવા 2 ઈંચ, લાખણીમાં સવા 2 ઈંચ, વિસનગરમાં સવા 2 ઈંચ, અંજારમાં સવા 2 ઈંચ, ચાણસ્મામાં સવા 2 ઈંચ, સિદ્ધપુરમાં સવા 2 ઈંચ, દેત્રોજમાં સવા 2 ઈંચ, ઉમરપાડામાં સવા 2 ઈંચ, ખંભાળિયામાં સવા 2 ઈંચ, ભચાઉમાં સવા 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ વચ્ચે દ્વારકાનાં ખંભાળિયામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ખંભાળિયામાં વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સમાઈ આવ્યા હતાં. ધરમપુર, રામનગર, શક્તિનગર, માંઝ, ભટ ગામમાં વરસાદ વરસ્યો હતો. વરસાદી માહોલ છવાતા ખેડૂતો ખુશખુશાલ થઈ જવા પામ્યા હતા. ભરૂચ શહેરમાં વરસ્યો વરસાદ, અંકલેશ્વર, વાલિયા, નેત્રંગ સહિત વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.