ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજ્યના છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ…સૌથી વધુ ડોલવણમાં, આ જીલ્લમાં અપાયું એલર્ટ

10:55 AM Jul 26, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.81 ઈંચ વરસાદ વરસ્યો છે. ડાંગના સુબિરમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સુરતના મહુવામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના વ્યકત કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી રાજ્યના ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 26થી 30 જૂલાઈએ વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ઉત્તર ગુજરાતનો મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

Tags :
Alertgujaratgujarat newsHeavy RainMonsoonrain
Advertisement
Advertisement