રાજ્યના 140 તાલુકામાં 4 ઇંચ સુધીનો વરસાદ
મહેસાણા, બનાસકાંઠા, બોટાદ, આણંદ, ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી પાણીપાણી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 140 તાલુકાઓમાં 0॥ થી 4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી જતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. સૌથી વધુ વરસાદ મહેસાણાના સતલસાણામાં 4 ઇંચ તેમજ બનાસકાંઠા, બોટાદ, આણંદ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં પણ ભારે ઝાટપા અને મુસળધાર વરસાદ વરસીયાના અહેવાલો પ્રપ્તા થયા છે. સતત વરસતા વરસાદના પગલે નદી નાળાઓ બેકાઠે વહેતા થયા હતા તેમજ અનેક તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોના પાણી ભરાઇ જવાની ફરિયાદો ઉઠી હતી. તેવી જ રીતે અનેક જળાશયોમાં નવી વરસાદી પાણીની આવક નોંધાય છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સતલસાણામાં 4 ઇંચ, બરવાડા, દાતા 3 ઇંચ, ખંભાત-કપરાડા-આણંદ 2॥, નડીયાદ-ઇડર-તિલકવાડા 2 ઇંચ, ધરમપુર-ભાવનગર-ધોળકા-પાદરા-કરઝણ 1॥, ઇંચ ધોધા-સીધપુર-જબુસર-રાણપુર-દિશા-ખેરાલુ 1 ઇંચ અને વડોદરા પાટણ-દાહોદ-બોરસદ-ખેડબ્રહ્મ-ધાનપુરમાં 0॥થી લઇને ભારે ઝાપટા રૂપી વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કાલકમાં 140 તાલુકાઓમાં 4 ઇંચ જેટલો પાણી વરસી જતા તેમજ હજૂ બે દિવસ આગાહીના પગલે ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર વાળદોના ગંજ ખડકાયેલા છે. જેના લીધે હજુ પણ ભારે વરસાદની સકયતા જોવાઇ રહી છે. છેલ્લા ઘણા દિવસોથી વરસી રહેલા વરસાદના પગલે અમૂક વિસ્તારોમાં ઉભા પાકને ફાયદો થયો છે. જયારે અમૂક ખેતરોમાં ભેરાયેલા પાણી ન સૂકાતા ખેડૂતોને નુકસાનીનો ભય ઉભો થયો છે.
શેત્રુંજી ડેમ ત્રીજી વખત ઓવરફલો
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ તા. 13 જુલાઈ 2025 ના રોજ સીઝનમાં ત્રીજી વખત 100% ભરાઈ જતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તા. 17/6/25 ના રોજ પ્રથમ વખત, તા. 6 જુલાઈ 2025 ના રોજ બીજી વખત 100% ભરાયો હતો. ભાવનગર જિલ્લામાં વરસાદ વરસતા શેત્રુજી ડેમમાં પાણીની આવક શરૂૂ થઇ હતી. શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપરને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. રાત્રે 9 વાગ્યે શેત્રુંજી ડેમ 100% ભરાઇ જતાં 20 દરવાજા 0.3 મી. ખોલવામાં આવ્યા હતા જ્યારે રાત્રીના 10 વાગ્યે 20 દરવાજા 0.45 મી. ખોલવામાં આવ્યા હતા.