દક્ષિણ ગુજરાતમાં ધોધમાર 6॥ : સૌરાષ્ટ્રમાં 4॥ ઇંચ સુધી મેઘમહેર
ડોલવાન 6॥, ભુજ-બારડોલી 5, પલસાણા-નખત્રાણા 4॥, વલ્લભીપુર-વ્યારા 4, સોનગઢ-બાલાસિનોર 3॥, નવસારી-સિહોર 3 સાથે રાજ્યના 209 તાલુકામાં ધીમી ધારે વરસાદ: રાજ્યના 29 ડેમ હાઇએલર્ટ પર : 19 ડેમ 100% ભરાયા, 3700 લોકોનું સ્થળાંતર
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 209 તાલુકાઓમાં 0॥થી 6॥ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. દક્ષિણ ગુજરાતમાં ડોલવાન 6॥, ભુજ, બારડોલી 5, પલસાણા, નખત્રાણા 4॥, વલ્લભીપુર-વ્યારા 4, સોનગઢ-બાલાસિનોર 3॥, નવસારી-સિહોર 3, તેમજ ભાવનગર જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં 4ઇંચ જેટલો વરસાદ વરસી જતા અનેક જળાશયોમાં નવા નીરની આવક નોંધય હતી. સૌરાષ્ટ્રમાં ધોધમાર 4 ઇંચ વરસાદ સાથે રાજકોટ શહેરમાં વધુ 1॥ ઇંચ પાણી વરસી ગયુ હતુ તેવી જ રીતે જુનાગઢ ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમા સતત વરસાદ વરસતા બે સપ્તાહથી વરાપ ન નીકળતા ખેતરોમાં ભરાયેલા પાણીના લીધે ખેડૂતો િંનંદામણ ન કરી શકતા તેના પાક ઉપર જોખમ ઉભુ થયુ છે જેના લીધે ખેડૂતોમા ચિંતાનો માહોલ છવાય ગયો છે.
ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અડધાથી ચાર ઇંચ વરસાદ પડ્યો છે. વલભીપુરમાં ચાર ઇંચ ,ભાવનગર શહેરમાં ત્રણ ઇંચ,શિહોરમાં અઢી ઇંચ, પાલીતાણામાં એક ઇંચ અને જેસરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગર શહેરમાં ત્રણ સ્થળોએ વૃક્ષ ધરાશય થયા છે. ગોહિલવાડ પંથકમાં ગઈકાલે સવારથી જ વરસાદ શરૂૂ થયો હતો. બપોરે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સમગ્ર જિલ્લામાં અડધા ઇંચ થી ચાર ઇંચ વરસાદ પડ્યો છે.
જિલ્લાના વલભીપુરમાં અને ભાવનગર શહેરમાં બપોરે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા. વરસાદ દરમિયાન ભાવનગર શહેરમાં આતાભાઇ ચોકમાં અને ગઢેચી વડા ડીઆરએમ કચેરી પાસે અને રૂૂપાણી સર્કલ પાસે શ્રી ગોળીબાર હનુમાન મંદિર નજીક વૃક્ષ ધરાશાય થયું હતું. ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 100 ,ઉમરાળા 50, ભાવનગર શહેર 73, ઘોઘા 59 સિહોર 65,ગારીયાધાર 5, પાલીતાણા 21, તળાજા 6 અને જેસરમાં 15 મી.મી. વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 209 તાલુકાઓમાં 0॥ થી 6॥ જેટલો વરસાદ વરસી ગયો હતો. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી તળાફળી બોલાવતા તાપી જિલ્લાના ડોલવાનમાં વધુ 6॥ ઇંચ પાણી વરસી ગયો હતુ જેના લીધે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સજાર્ય હતી. ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક રોડ રસ્તાઓ બંધ થઇ જતા વાહન વ્યહારને માઠી અસર થઇ હતી. ગઇકાલે પડેલા ભારે વરસાદના પગલે નદીઓમાં ઘોડાપૂર આવતા અનેક જળાશયોમાં નવા નીરની આવક થઇ છે.
જયારે અમૂક જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. આજે પણ સવારથી ગુજરાત ઉપર વાદળોના ગજ ખડકાયેલા હોય તેમજ અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
આજથી 5 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં આજથી આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં નવસારી અને વલસાડ અનેસૌરષ્ટ્રના અમૂક જિલ્લામાં આજથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. એ સિવાય મધ્ય ગુજરાતમાં મંગળવારથી જ્યારે ઉત્તર ગુજરાતમાં ગુરુવારથી ભારે વરસાદ પડવાના સંકેત છે. ખાતાની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ગુરુવાર અને શુક્રવારના રોજ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં મંગળ અને બુધવારના રોજ તેમજ ગુરૂૂવારના રોજ આણંદ, નર્મદા અને ભરૂૂચમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એ સિવાય અમદાવાદ સહિતના રાજ્યના અન્ય મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ રહેવાના પણ સંકેતો આપવામાં આવ્યા છે.
શેત્રુંજી ડેમ ફરી છલકાયો : વેણુ ડેમ ઓવરફલો
ગઇકાલે સૌરાષ્ટ્રમાં 4 ઇંચ સુધીનો ભારે વરસાદ વરસાતા ભાવનગર જિલ્લાનો ક્ષેત્રુંજી ડેમ ફરી વખત છલકાયો હતો. તેમજ ઉપલેટાનો વેણુ ડેમ ઓવરફલો થતા 2 પાટીયા ખોલવામાં આવ્યા હતા. ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ આજે 6 જુલાઈ, 2025ના રોજ બીજી વખત 100 ટકા ભરાઈ જતાં પાલીતાણા અને તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમના 59 ગેટ 1 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. અસરગ્રસ્ત ગામોને એલર્ટ કરાયા છે અને જિલ્લા વહીવટી તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તાલુકાના ગધેથડ ગામ આવેલ ગાયત્રી આશ્રમ પાસે આવેલ વેણુ બે ડેમ ગઈકાલે રાત્રે એક ત્રીસ વાગે ઓવરફ્લો થતા ડેમના બે પાટીયા એક ફૂટ ખોલવામાં આવેલ હતા અને બે નીચે આવતા ગામો વરજાંગ જાડિયા તથા મેખા ટીબી તથા નીલાખા તથા નાગવદર તથા ગધેથડ સહિત ના ગામોને નદીના પટમાં અવાર-જવર ન કરવા ચેતવણી આપવામાં આવેલ છે.