રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શહેર અને જિલ્લામાં ફરીથી મેઘવૃષ્ટિ થઈ: સાર્વત્રિક અડધાથી 3 ઇંચ વરસાદ

12:06 PM Jul 11, 2024 IST | admin
Advertisement

ત્રણ જળાશયોમાં નવાં નીર આવ્યા

Advertisement

જામનગર શહેર અને જિલ્લામાં ચાર દિવસ ના વિરામ બાદ ગઈકાલે સવારથી મેઘરાજાની પધરામણી થઈ હતી, અને સાર્વત્રિક અડધા થી ત્રણ ઇંચ વરસાદ પડી ગયા ના વાવડ મળ્યા છે. જેના કારણે નાના તળાવો ચેકડેમોમાં પાણી ભરાયા છે, ઉપરાંત ત્રણ મોટા જલાશયોમાં પણ નવા પાણીની આવક થઈ છે. જોકે આજે મેઘરાજાએ ફરી વિરામ રાખ્યો છે. જામનગર શહેરમાં ગઈકાલે સવારથી જ વરસાદી વાતાવરણ બનેલું હતું, અને સમગ્ર દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસ્યા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 21 મી.મી. વરસાદ પડી ગયો હતો.

આ ઉપરાંત જોડિયામાં 32 મી.મી., ધ્રોલમાં 16 મી.મી., કાલાવડમાં 14 મી. મી., લાલપુરમાં 37 મી.મી. તેમજ જામજોધપુરમાં 43 મી.મી. વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત જામનગરના ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં ગઈકાલે ધોધમાર 87 મી.મી. વરસાદ પડી ગયો હતો, જેના કારણે નદીનાળામાં પૂર આવ્યા હતા.

જોડીયા તાલુકાના હડીયાણામાં છેલ્લા 24 કલાક દરમિયાન 74 મી.મી. વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કાલાવડ તાલુકાના નિકાવામાં 60 મી.મી., જોડીયા તાલુકાના બાલંભામાં 35 મી.મી., જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામમાં 50 મી.મી. કાલાવડ નજીક ભલસાણ બેરાજા ગામમાં 55 મી.મી., જામજોધપુરના શેઠ વડાળા ગામમાં 66 મી.મી., વાંસઝાળિયામાં 46 મી.મી., ધ્રાફામાં 60 મી.મી. વરસાદ નોંધાયો છે.

જામનગર શહેરના પાણી પૂરું પાડતા સસોઇ ડેમમાં નવા દોઢ ફૂટ પાણીની આવક થઇ છે, તે ઉપરાંત જામજોધપુર અને કાલાવડ પંથકના બે ડેમમાં પણ નવા નીર આવ્યા છે. આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે, અને ઉઘાડ નીકળી ગયો છે. અને સમગ્ર જિલ્લામાં ક્યાંય વરસાદ નોંધાયો નથી.

Tags :
gujaratgujarat newsjamnagarMonsoonrain
Advertisement
Next Article
Advertisement