For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 113 તાલુકામાં વરસાદ, આ જિલ્લામાં પડશે ભારે વરસાદ

10:36 AM Sep 07, 2024 IST | Bhumika
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 113 તાલુકામાં વરસાદ  આ જિલ્લામાં પડશે ભારે વરસાદ
Advertisement

રાજ્યમાં ચોમાસું ફરી મેઘરાજાએ બેટીંગ શરુ કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 113 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ગાંધીનગરના માણસામાં 3 ઈંચ અને દહેગામમાં 2.83 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે નાંદોદમાં 2.32 ઈંચ, કપડવંજ 2.09 ઈંચ, સિનોરમાં 1.97 ઈંચ, ગરુડેશ્વરમાં 1.65 ઈંચ, કપરાડા 1.57 ઈંચ અને જેસરમાં 1.14 ઈંચમાં વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, અમદાવાદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

ગઈ કાલે એટલે કે આઠમી સપ્ટેમ્બરે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ્ર આગાહી કરી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પણ વરસી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement