For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વરસાદથી વીજળી રીસાણી, 88 ગામડાંમાં અંધારપટ

05:30 PM Jul 02, 2024 IST | Bhumika
વરસાદથી વીજળી રીસાણી  88 ગામડાંમાં અંધારપટ
Advertisement

સૌરાષ્ટ્રમાં 372 ફીડર બંધ, PGVCL દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી

ગુજરાતમાં ચોમાસુ જામી રહ્યું છે. આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે.સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તથા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હળવા ભારે વરસાદમાં વીજ ફોલ્ટ સર્જાતા ઠેર-ઠેર સ્થળોએ વીજ પુરવઠો ખોરવાતા પીજીવીસીએલની ટીમોની વીજ સપ્લાય શરૂૂ કરવા સતત દોડધામ રહી હતી.

Advertisement

વરસાદના કારણે 19 જયોતિગ્રામ ફીડરો ફોલ્ટમાં જતાં તેને કાર્યરત કરવા તંત્રની સતત દોડધામ રહી હતી. સૌરાષ્ટ્રભરમાં 374 ફીડર બંધ થતાં વીજ પુરવઠાની સપ્લાય ખોરવાઇ હતી. 243 વીજ પોલ ધરાશાયી થઈ જતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના 88 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જ્યારે 15 ટીસી ડેમેજ થઈ ગયા હતા.

રાજકોટમાં વરસાદના કારણે એચટી-1 સબ ડિવિઝન હેઠળ યોગેશ્વર, નવાગામ, મારૂૂતી, મોરબી રોડ, સાત હનુમાન, મીરા ઉદ્યોગ ફીડર એચ.ટી-2 સબ ડિવિઝન હેઠળ સેન્ટ્રલ જેલ, સંતોષીનગર, રતન્મ નિર્મલા, પંચવટી ફીડર જ્યારે એચ.ટી-3 સબ ડિવિઝન હેઠળ અજંતા, વૃંદાવન, કસ્તુરી, નાનામવા, એટલાસ રાજહંસ ફીડરમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેને ટેકનિકલ ટીમોએ ફરી પ્રસ્થાપિત કરી આપ્યો છે, જેથી લોકોને મુશ્કેલીમાંથી રાહત મળી હતી. સૌરાષ્ટ્ર કચ્છના 38 જેટલા ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઇ જતા લોકોને ગરમીમાં બફારા વચ્ચે જીવન વિતાવવું પડે છે અને વીજ પુરવઠો ઠપ્પ થતાં અનેક કામો ઠપ્પ થઈ ગયા છે.

ઙૠટઈકમાંથી પ્રાપ્ત વિગત મુજબ, વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં 374 ફીડર બંધ થતાં વીજ વિક્ષેપ થયો હતો. 243 થાંભલા ધરાશાયી થતાં 88 ગામડામાં પુરવઠો ખોરવાઈ ગયો હતો. સૌરાષ્ટ્રભરમાં હળવાથી ભારે વરસાદથી ઠેર ઠેર સ્થળોએ ફીડર બંધ થઈ ગયાની ફરીયાદો આવી હતી. અનેક જગ્યાઓએ વીજ પોલ પણ ધરાશાયી થઈ ગયાની ઘટના બની છે. 91 વીજપોલ ધરાશાયી થતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ વિક્ષેપથી પરેશાની વેઠવી પડી હતી. વીજ પુરવઠો પુર્વવત કરવા પીજીવીસીએલની ટીમોએ બને તેટલી ઝડપે વીજ પુરવઠો ફરી શરૂ કરી દીધો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement