ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મુસાફરોની સલામતી માટે રેલવે રૂા.1.16 લાખ કરોડ વાપરશે

05:08 PM Feb 06, 2025 IST | Bhumika
Advertisement

આ વર્ષના બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ ભારતીય રેલવેને મજબૂત બનાવશે. ભારતીય રેલવે માટે નાણાકીય વર્ષ 2025-26 માં ₹ 2,52,200 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. તેવી જ રીતે, આગામી નાણાકીય વર્ષ માટે કુલ મૂડી ખર્ચ ₹ 2,65,200 કરોડ નિર્ધારિત કરવામાં આવ્યો છે. આનું તાત્પર્ય એ છે કે કેન્દ્ર સરકાર રેલવે પ્રોજેક્ટ્સ પ્રત્યે ખૂબ જ ગંભીર છે.

Advertisement

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતાં સ્પષ્ટ કર્યું છે કે ભારતીય રેલવે યુવાનોની આકાંક્ષાઓ અને સપનાઓને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. વંદે ભારત, નમો ભારત અને અમૃત ભારત ટ્રેનોના સંગમ અને 1300 થી વધુ અમૃત ભારત સ્ટેશનોના નવીનીકરણ સાથે, ભારતીય રેલવે એક એવું ઉદાહરણ સ્થાપિત કરવા જઈ રહ્યું છે જેના પર દરેક ભારતીય ગર્વ કરશે અને કહી શકશે કે તેમના દેશની રેલવે સિસ્ટમ વિશ્વની શ્રેષ્ઠ રેલવે વ્યવસ્થાઓમાંની એક છે. છેલ્લા 10 વર્ષમાં સમગ્ર રેલવે વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું છે. સમસ્ત મૂડી ખર્ચનું ધ્યાન નેટવર્ક વિસ્તરણ, સુરક્ષા, વીજળીકરણ અને રોલિંગ સ્ટોક અને માળખાગત સુવિધાઓના આધુનિકીકરણ પર કેન્દ્રિત રહ્યું છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર અને બિહાર જેવા રાજ્યોમાં છેલ્લા 10 વર્ષમાં જેટલી રેલવે લાઇનોનું નિર્માણ કરવામાં આવ્યું છે તે સ્વિટ્ઝર્લેન્ડ, મલેશિયા અને બેલ્જિયમ જેવા દેશોના કુલ રેલવે નેટવર્ક કરતાં પણ વધારે છે. નવી રેલવે લાઇનોના નિર્માણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે, નાણાકીય વર્ષ 2025-26 માં ₹ 32,235.24 કરોડનું બજેટ નિર્ધારિત કરવામાં આવ્યું છે. ગેજ રૂૂપાંતરણ માટે ₹4,550 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, રોલિંગ સ્ટોક માટેં ₹ 57,693 કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે, આ રકમનો ઉપયોગ કરીને, સેંકડોની સંખ્યામાં નવી વંદે ભારત એક્સપ્રેસ, નમો ભારત રેપિડ રેલ અને અમૃત ભારત ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવશે.

ભારતીય રેલવે દ્વારા વ્યસ્ત રૂૂટને ડબલીંગ અને ચાર ગણા કરવા માટે ઘણી યોજનાઓને પણ મંજૂરી આપવામાં આવી છે. નાણાકીય વર્ષ 2025-26માં આ કાર્ય માટે ₹ 32,000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, વ્યસ્ત રૂૂટ પર લાઇનોની સંખ્યા વધારવાથી લોકપ્રિય સ્થળોએ વધુ ટ્રેનો ચલાવવાનું શક્ય બનશે.

ભારતીય રેલવે માં સુરક્ષાને સર્વોપરી ગણવામાં આવે છે. જો પરિવહન વ્યવસ્થા સુરક્ષિત ન હોય તો આરામ અને નવીનતાઓનું કોઈ મૂલ્ય નથી. નાણાકીય વર્ષ 2025-26 માં રેલવે સલામતી સંબંધિત પ્રોજેક્ટ્સ માટે 1,16,514 કરોડ રૂૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2025-26 માં રોડ ઓવર બ્રિજ / રોડ અંડર બ્રિજના બાંધકામ માટે ₹ 7,000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, ટ્રેક નવીકરણ માટે ₹ 22,800 કરોડનું બજેટ નિર્ધારિત કરવામાં આવ્યું છે.

જેમ કે બધા સંમત થાય છે, ભારતીય રેલવે શ્રીમંત વર્ગનું નહીં જયારે સામાન્ય લોકો માટે પરિવહનનું પસંદગીનું માધ્યમ છે, બજેટમાં નીચલા-મધ્યમ અને મધ્યમ વર્ગના લોકોની જરૂૂરિયાતોને ધ્યાનમાં રાખીને 17,500 નોન-એસી જનરલ કોચના નિર્માણ માટે જોગવાઈ કરવામાં આવી છે.

ભારતીય રેલવેની યોજના છે કે આગામી 5 વર્ષમાં પરંપરાગત કોચને અત્યંત અદ્યતન એલએચબી કોચથી બદલી દેવામાં આવે. આનાથી યાત્રા તો આરામદાયક થશે જ, સુરક્ષા પણ વધુ ઉત્તમ થશે કારણ કે કઇંઇ કોચ અદ્યતન સુવિધાઓથી સુસજ્જ છે. નાણાકીય વર્ષ 2025-27 માં કુલ 50 વંદે સ્લીપર ટ્રેનોનું નિર્માણ કરવામાં આવશે. ભારતીય રેલવે દ્વારા 100 નોન-એસી અમૃત ભારત ટ્રેનો બનાવવાનો પણ નિર્ણય લીધો છે જે અદ્યતન સુવિધાઓ સાથે બનાવવામાં આવી રહી છે. આનાથી ફક્ત સામાન્ય લોકોને જ રાહત મળશે.

ભારતીય રેલવેની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે કવચ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ અથડામણ વિરોધી પ્રણાલીને મજબૂત બનાવવા માટે ડિસેમ્બર 2025 સુધીમાં 10,000 લોકોમોટિવ અને 3,000 કિ.મી. રેલ ટ્રેકને કવચ થી લૈસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતીય રેલ્વે માત્ર મુસાફરોના પરિવહનનું એક મહત્વપૂર્ણ માધ્યમ નથી, પરંતુ માલ પરિવહન માટે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. નાણાકીય વર્ષ 2025-26 માં માલસામાન લોડિંગનો લક્ષ્યાંક 1,700 મિલિયન ટન નક્કી કરવામાં આવ્યો છે. જે સુધારેલ અંદાજ 2024-25 ની તુલનામાં 65 મિલિયન ટન (4% વધુ) છે. અલગ-અલગ ચીજવસ્તુઓની પરિવહન જરૂૂરિયાતોને ધ્યાનમાં રાખીને આધુનિક વેગનના નિર્માણ ની દિશામાં ભારતીય રેલવે દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે.

Tags :
indiaindia newsIndian Railwayspassenger safetyRailways
Advertisement
Next Article
Advertisement