ભારે વરસાદમાં રેલવે ટ્રેક ધોવાયો: અડધો ડઝન ટ્રેનો પ્રભાવિત
સુપર ફાસ્ટ દિલ્હી રોહિલ્લા, સાંત્રાગાચી સહિતની ટ્રેનો ડાઈવર્ટ કરાઈ
સૌરાષ્ટ્રમાં ગઈકાલે પડેલા મુશળધાર વરસાદના કારણે અનેક સ્થળોએ બારેમેઘ ખાંગા થયાના અહેવાલો મળી રહ્યા છે. જેમાં પોરબંદર પંથકમાં 12 કલાકમાં 14 ઈંચ જેટલો વરસાદ પડતા નદી-નાળાઓમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે પોરબંદર નજીક ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક ધોવાઈ જતાં પોરબંદર આવતી બે સુપરફાસ્ટ ટ્રેન સહિત અડધો ડઝન ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે.
પોરબંદર પંથકમાં ગઈકાલે સવારથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે અનેક સ્થળે પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં પોરબંદર નજીક ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક ધોવાઈગયો હતો. રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળતા ટ્રેન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે. રેલવેના સુત્રોના જણાવ્યા પ્રમાણે પોરબંદર સાંતરાગાચી સુપરફાસ્ટ ટ્રેન છ કલાક લેઈટ કરવામાં આવી છે. જ્યારે દિલ્હી સરાઈઉલ્લા ટ્રેનને ભાણવડ ડાયવર્ટ કરવામાઁ આવી છે. આ ઉપરાંત રાજકોટ-પોરબંદર લોકલ ટ્રેનને જેતલસર સુધી જ લઈ જવામાં આવશે.
- ટ્રેન નંબર 12949 પોરબંદર-સંતરાગાચી સુપરફાસ્ટ ટ્રેન 19.07.2024ના રોજ સવારે 9.10 વાગ્યાના નિર્ધારિત સમયને બદલે 6 કલાક મોડી એટલે કે 15.10 કલાકે દોડશે. 2. ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ તેના નિર્ધારિત સમય 10.30 કલાકને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 11.30 કલાકે ઉપડશે.
શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજિનેટ/આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનોમાં 1. ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ જેતલસર સ્ટેશન પર ટૂંકી થશે. આમ આ ટ્રેન જેતલસર-પોરબંદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 2. ટ્રેન નંબર 19572 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ પોરબંદરને બદલે જેતલસર સ્ટેશનથી દોડશે. આમ આ ટ્રેન પોરબંદર-જેતલસર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 3. ટ્રેન નંબર 20938 દિલ્હી સરાઈ રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન 19. 07.2024 ના રોજ ભાણવડ સ્ટેશન પર ટૂંકી થશે. - ટ્રેનો સંપૂર્ણપણે રદ :- 1. ટ્રેન નંબર 09550/09549 પોરબંદર-ભાણવડ-પોરબંદર ટ્રેન 19.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. 2. ટ્રેન નંબર 09565/09568 પોરબંદર-ભાવનગર-પોરબંદર ટ્રેન 19.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. 3. ટ્રેન નંબર 09516/09515 પોરબંદર-કાનાલુસ-પોરબંદર ટ્રેન 19.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. રેલવે પ્રશાસન મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે. આ ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ ની મુલાકાત લઈ શકે છે.