For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યમાં રેલવેના રૂા.30826 કરોડના પ્રોજેક્ટ કાર્યરત: કેન્દ્રીય રેલવે મંત્રી

04:17 PM Jul 30, 2024 IST | Bhumika
રાજ્યમાં રેલવેના રૂા 30826 કરોડના પ્રોજેક્ટ કાર્યરત  કેન્દ્રીય રેલવે મંત્રી
Advertisement

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં રેલવેની કેટલી નવી લાઇનો નાંખવામાં આવી, કેટલી લાઇનોમાં ગેજ પરિવર્તન અને ડબલિંગ, વીજળીકરણ અને સિગ્નલિંગના કામો હાથ ધરવામાં આવ્યા તે અંગે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના અનુસંધાનમાં રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે વિસ્તૃત માહિતી આપી હતી.

સંસદમાં આપવામાં આવલી જાણકારી અનુસાર રેલવે પ્રોજેક્ટનો ઝોન વાઇસ અમલ કરવામાં આવે છે.તા.1લી એપ્રિલ 2024નારોજ ગુજરાતમાં 30826 કરોડના ખર્ચવાળા 2947 કિ.મી.ના કુલ 42 પ્રોજેક્ટ(જેમાં 6 નવી લાઇન, 22 ગેજ પરિવર્તન અને 14 ડબલિંગ) બાંધકામના તબક્કામાં છે તે પૈકી 826 કિ.મી.લંબાઇની લાઇનો શરૂૂ કરવામાં આવી છે. માર્ચ 2024 સુધીમાં 9336 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં કુલ 537 કિ.મી. લંબાઇના 7810 કરોડના ખર્ચવાળી 6 નવી લાઇનોના પ્રોજેક્ટ પૈકી 105 કિ.મી.લંબાઇ કાર્યરત છે અને માર્ચ 2024 સુધીમાં 3332 કરોડનો ખર્ચ થયો છે. 1634 કિ.મી. લંબાઇના 13756 કરોડના ખર્ચવાળા 22 ગેજ પરિવર્તનના પ્રોજેક્ટ પૈકી 671 કિ.મી. લંબાઇના કાર્યરત છે અને માર્ચ 2024 સુધીમાં 4655 કરોડનો ખર્ચ થયો છે.કુલ 776 કિ.મી. લંબાઇના 9260 કરોડના ખર્ચવાળા 14 ડબ્લિંગ લાઇનના પ્રોજેક્ટ પૈકી 50 કિ.મી. લંબાઇના કાર્યરત છે અને માર્ચ 2024 સુધીમાં 1349 કરોડનો ખર્ચ થયો છે. રાજ્યમાં વર્ષ 2014થી 2024 દરમિયાન નવી લાઇન 699 કિ.મી., ગેજ પરિવર્તન 710 કિ.મી. અને ડબલિંગલાઇન 835 કિ.મી.મળી કુલ 2224 કિ.મી.ના કામો કરવામાં આવ્યા છે. રેલવે વીજળીકરણના 3002 કામો કાર્યરત છે. નવી ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગના 159 કામ કાર્યરત છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement