રેલવે પોલીસની SHE ટીમે ગુમ થયેલા 21 બાળકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું
આઠ મહિલાનો ઘર સંસાર તૂટતા બચાવ્યો: એસપી બલરામ મીણા જઇંઊ ટીમને પ્રોત્સાહિત કરશે
ગુજરાત રેલવે પોલીસ વિભાગમાં બલરામ મીણા 1 ઓગસ્ટ, 2023ના રોજ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે નિયુક્ત થયા ત્યારથી અત્યાર સુધીમાં તેમની ઉમદા કામગીરીના ઘણા કિસ્સા સામે આવ્યા છે.
એસપી બલરામ મીણા તથા પોલીસ ઇન્સપેક્ટર એચ.એમ.રાણા નાઓની રાહબરી નીચે રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશન શી ટીમના એએસઆઈ મંજુબેન,અશોકભાઈ અને કાજલબેન દ્વારા 21 બાળકો જે રેલ્વે સ્ટેશન ખાતે એકલા અટુલા મળ્યા હોય તેઓના વાલીવારસોની શોધખોળ કરી પરત સોપવામા આવેલ છે.
તેમજ અલગ-અલગ કુલ 8 કિસ્સાઓમા મહિલાઓ જેઓ પોતાના ઘરકંકાસ થી કંટાળી ધેર નીકળી ગયેલ હોય તેવી મહિલાઓનુ કાઉન્સલીંગ કરી તેઓને પોતાના ઘેર પરત મોકવામા આવેલ હતી અને આવી પોલીસ કામગીરી ને પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા સરકારી નીયમ મુજબ ઇનામ આપી ને બીરદાવવામા આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,ગુજરાત રેલવે પોલીસની શી ટીમે 2024ના જાન્યુઆરીથી માર્ચ સુધીમાં કુલ 86 લાપતા બાળકોને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.એવી ઘણી મહિલા પણ હતી કે જે કોઇ ને કોઇ કારણોસર ઘર છોડીને ભાગી હતી. પરિવારે તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી તેવી મહિલાઓને પણ શોધી કાઢવામાં આવી છે.