બસપોર્ટમાં રેલિંગ અસ્તવ્યસ્ત, પાણીનો બગાડ
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ વિરાણી, હબીબભાઈ કટારીયા, જીગ્નેશ બોરડ, સલીમભાઈ કારિયાણીયા ની સંયુક્ત યાદી જણાવે છે કે તારીખ - 09/12/25 પ્લેટફોર્મ નંબર 5ની સામે સાંજના સમયે બસપોર્ટ પર વિઝીટ કરતા પાણીના નળ માંથી પાણીનો વેડફાટ થતો હતો આ અંગે ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ ને ફરિયાદ કરવા જતા ઓફિસમાં કોઈ હાજર હતું નહીં જે પગલે ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ જોરુભા ગઢવી એટીઆઈ ને ફોન પર વાત કરતા તેઓએ જણાવ્યું કે એટીએસ હિરેનભાઈ પરમાર ડિવિઝન ગયા છે અને હું દશેક મિનિટમાં આવું છું.
ફોન પર જવાબદાર અધિકારીને પાણીનો વેડફાટ બંધ કરવા અને તૂટી ગયેલી રેલિંગ કે જે મુસાફર ગફલતમાં રહેતો લોહી લુહાણ થઈ જાય અને લાગી જાય એ પ્રકારે રેલિંગો તૂટી ગઈ છે જે અંગે ફરિયાદ કરવા છતાં જે નળ માંથી પાણી વેડફાટ થતો હતો તે વેડફાટ બીજે દિવસે પણ પાણીનો વેડફાટ ચાલુ હતો અહીં વડાપ્રધાન, મુખ્યમંત્રી અને મેયરના પાણી બચાવો અભિયાનનું સુરસુરિયું થઈ ગયું હતું. પાણીની એક એક બુંદ બચાવો, પાણી બચાવો પાણી તમને બચાવશે ની સલાહ ની એસટી ના જવાબદાર સ્ટેન્ડ ઇન્ચાર્જ પર કોઇ અસર જણાઈ ન હતી. અને રેલિંગો પણ તૂટેલી હાલતમાં હોય જેની પણ મરામત ન કરવામાં આવતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશન મુસાફરોએ તેમની ફરિયાદ નોંધવાની પોથીમાં પરિશિષ્ટ અ મુજબ ફરિયાદ નંબર 479171 થી તારીખ - 10/12/2025 થી ફરિયાદ કરવામાં આવી અને નવ નિયુક્ત વિભાગીય નિયામક રાજકોટને બસપોર્ટ ની ફરિયાદો અંગે ટેલીફોનિક ફરિયાદ કર્યા બાદ આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના વાહન વ્યવહાર મંત્રી ડે. મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત એસ.ટીના એમ.ડી અને રાજકોટ વિભાગીય નિયામકને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
જેમાં રાજકોટ એસટી બસપોર્ટ ના સીસી ફૂટેજ મેળવી પાણીનો વેડફાટ, અધિકારીઓની ગુટલી અને મુસાફરો માટે સલામતી માટે બનાવાયેલી પ્લેટફોર્મ સામેની રેલીંગો અસલામત બની છે જે પગલે રાજકોટના સિનિયર ડેપો મેનેજર જી. એચ. ઠગ પર બેદરકારી અને લાપરવાહી દાખવવા સબબ કડક પગલાં ભરવા લેખિત ફરિયાદ કરવામાં આવી છે.