ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ જિલ્લામાં ગેરકાયદે ઇંધણ અને અનાજનું વેંચાણ કરનાર પેઢીઓ પર દરોડા

01:53 PM Oct 08, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ જિલ્લામાં બાયોડીઝલના નામે જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનું અનઅધિકૃત ખરીદ-વેચાણ અને સંગ્રહ કરતા તત્વો તેમજ અનાજના ગેરકાયદેસર જથ્થાનું વેચાણ કરનારાઓ પર જિલ્લા અને રાજ્યકક્ષાની પુરવઠા વિભાગની ટીમોએ તવાઈ બોલાવી છે. કલેક્ટર સમક્ષ કેસ ચાલી જતા, કુલ રૂૂ.19 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે અને મોટી માત્રામાં જ્વલનશીલ પ્રવાહી તથા અનાજનો જથ્થો સમાવેશ થાય છે.

Advertisement

પુરવઠા વિભાગની ટીમોએ રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલી પેઢીઓની તપાસણી કરી હતી. આ તપાસણી દરમિયાન જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો અનઅધિકૃત જથ્થો સીઝર કરવામાં આવ્યો હતો.તપાસણી દરમિયાન લેવાયેલા નમૂનાઓને FSL, ગાંધીનગર ખાતે પૃથક્કરણ માટે મોકલાયા હતા. FSLના રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે આ પ્રવાહી BIO DIESEL (B-100)ની લાક્ષણિકતાઓને સંતોષતું ન હતું, જેના પરથી ફલિત થયું કે અનઅધિકૃત રીતે ભેળસેળ યુક્ત પેટ્રોલીયમ પ્રવાહીનું ખરીદ-વેચાણ અને સંગ્રહ થઈ રહ્યું હતું.

આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955ની કલમ-6એ હેઠળ કેસ ચાલતા છ જેટલા આ સામેઓમાંથી બે જેટલા આસામીઓને રૂૂ. 18,12,240/- નો દંડ ફટકારવામાં આવ્યો છે, તેમજ કુલ 18,262 લીટર ભેળસેળ યુક્ત પ્રવાહી રાજ્યસાત કરવામાં આવેલ છે.

રાજલ ટ્રેડર્સ, જામવાડી,જય પરશુરામ એન્ટરપ્રાઈઝ, કાગવડ રૂૂ. 11,62,800,પવન બાયો ફ્યુઅલ, કાગવડ રૂૂ. 6,49,440, હોટલ પાછળનો પ્લોટ, હડમતિયા,ખુલ્લો પ્લોટ, પાટખિલોરી,પ્રજાપતિ હોટેલ પાછળનો પંપ, આટકોટ-ભાવનગર રોડ અનઅધિકૃત અનાજનો જથ્થો પણ ઝડપાયો પેટ્રોલિયમ પ્રવાહી ઉપરાંત, જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અનઅધિકૃત અનાજના જથ્થાઓ પણ પકડીને સીઝર કરવામાં આવ્યા છે. આ કેસમાં કુલ 4 આસામીઓને રૂૂ. 1,71,889/- નો દંડ તથા અનાજનો કુલ 52,213 કિલોગ્રામ જથ્થો રાજ્યસાત કરવામાં આવેલ છે.

ધોરાજી ધોરાજી-જુનાગઢ રોડ, રૂૂ. 1,23,480,7 પ્લાઝા એપાર્ટમેન્ટ સામેનો ડેલો રૂૂ. 31,891,કોલકી રોડ, વાહનમાંથી રૂૂ. 3,108,રબારી ખડકી વિસ્તાર, મોજે નદી કાંઠો 13,410 નો દંડ ફટકારવામાં આવ્યો છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement