For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાડે મુકવાના નામે કાર બારોબાર વેચી નાખનાર મેટોડાના ગઠિયાને પકડવા સૌરાષ્ટ્રભરમાં દરોડા

03:55 PM Jul 23, 2024 IST | admin
ભાડે મુકવાના નામે કાર બારોબાર વેચી નાખનાર મેટોડાના ગઠિયાને પકડવા સૌરાષ્ટ્રભરમાં દરોડા

સૌરાષ્ટ્રના અનેક કાર માલિકોને શીશામાં ઉતારનાર શખ્સ સામે હજુ વધુ ફરિયાદ નોંધાશે: વેચી નાખેલી કાર કબજે કરવા માલવિયાનગર પોલીસની અલગ અલગ ટીમ દ્વારા તપાસ

Advertisement

રાજકોટમાં રહેતા સાળા-બનેવી સહીત 8 કારમાલિકોની કાર ફ્લીપકાર્ડમાં ભાડે રખાવી ઉચું ભાડું આપવાની લાલચ આપી રૂૂ.47.50 લાખની 8 જેટલી કાર બારોબાર વેચી નાખનાર મેટોડાના શખ્સ સામે માલવીયાનગર પોલીસમાં નોંધાયા બાદ આ ગઠીયાએ સૌરાષ્ટ્રભરમાં વેચી નાખેલી 8 કાર કબજે કરવા પોલીસની અલગ અલગ ટીમોએ તપાસ કરી આ ગઠીયાને પકડી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

આ મામલે માલવિયાનગર પોલીસ મથકમાં નવાગામમાં શકિત સોસાયટી મેઈન રોડ પર રહેતા અને નાનામવા રોડ પર માનસી પ્લાઝામાં ક્રીષ્ના પાઈપ એન્ડ સેનેટરી વેસ્ટ નામની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા જયેશભાઈ દુલર્ભજીભાઈ અગ્રાવતની ફરીયાદને આધારે લોધીકાના મેટોડામાં ગોલ્ડન ગ્લોરીયસ સોસાયટીમાં રહેતા અને દોઢસો ફુટરીંગ રોડ પર આવેલા ટવીન ટાવરમાં ઓફિસ ધરાવતા ચેતન કનકભાઈ પરમાર સામે ગુનો નોંધ્યો હતો.

Advertisement

કેતન કનકભાઈ પરમારે ફ્લીપકાર્ડમાં કાર ભાડે મુકવાની વાત કરી માસીક રૂ.34 હજાર ભાડુ આપવાની લાલચ અપાઈ રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરના અનેક કાર માલિકોની કાર બારોબાર વેચી નાખી રૂ.47.50 લાખની છેતરપીડી કરી હતી.ચેતન પરમારની સાથે જયેશભાઈ અગ્રાવત તેના મીત્ર નરેન્દ્ર સોદરવાએ તેની કાર ભાડે આપવાની વાત કરી હતી. બાદમાં જયેશ અગ્રાવત તથા તેનો ભત્રીજો ઉમંગના મીત્રો નરેશ સોંદરવા સહિતના 8 કાર માલિકો ચેતન પરમારને મળવા ગયા હતા ત્યારે ચેતને ફ્લીપકાર્ડમાં કાર ભાડે મુકવાની વાત કરી માસીક રૂૂ.34 હજાર ભાડુ મળવાની લાલચ આપી કરાર કર્યો હતો. બાદમાં જયેશ અગ્રાવતે આ બાબતે તેના સાળા વિશાલ નરોતમભાઈ નીરંજનીને વાત કરતા વિશાલે પણ તેની કાર ભાડે મુકી હતી. તેમજ જયેશના બીજા સાળા હીતેષ બાબુલાલ અગ્રાવતે પણ તેની કાર પણ ભાડે મુકીહતી. તેમજ ઉમંગ અગ્રાવતે તેના મીત્ર મયુરભાઈ ધીરુભાઈ પરમાર અને બીજા મીત્ર રામજી વલુભાઈ શીયાળીયા, તથા ઉમંગના ત્રીજા મીત્ર રવીગીરી ઈશ્વરગીરી ગૌસ્વામી અને હીરેનગીરી ભરતગીરી મેધનાથીની કાર પણ ભાડે મુકવામાં આવી હતી. આમ અલગ અલગ 8 કાર માલિકોની કાર ભાડનો કરાર કરી રૂ.47.50 લાખની કાર બારોબાર વેચી નાખી હતી.

બાદમાંચેતન ઓફીસ બંધ કરી ભાગી ગયો હોય તેની સામે ફરીયાદ નોંધાયા બાદ તપાસ કરતા આ 8 કાર સૌરાષ્ટ્રના અલગ અલગ ગામોમાં વેચી નાખવામાં આવ્યાનું જાણવા મળ્યું હતું.માલવિયાનગર પોલીસે મેટોડાનાચેતન પરમાર વિરૂધ્ધ ગુનો નોંધી ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.હજુ પણ ચેતન સામે વધુ ફરીયાદ નોંધાય તેવી શક્યતા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement