ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખાંભામાં લાઈસન્સ વગર ISI માર્કા મારતી પાઇપની ફેકટરી ઉપર દરોડો

04:57 PM Dec 11, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ નજીક લોધિકાનાં ખાંભા ખાતે આવેલ એક કારખાનામા માનક બ્યુરોએ દરોડો પાડી લાયસન્સ વગર આઇ.એસ.આઇ. માર્કા મારેલો પીવીસી પાઇપનો જથ્થો કબજે કર્યો હતો.

Advertisement

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, રાજકોટ શાખા કાર્યાલયના અધિકારીઓ, સત્યેન્દ્ર કુમાર પાન્ડેય સાયન્ટિસ્ટ-ઇ. રાહુલ રાજપૂત સાયન્ટિસ્ટ-સી અને શુભમ સાયન્ટિસ્ટ-બીદ્વારા 9 ડિસેમ્બર 2025 ના રોજ મેસર્સ એમ્બિશન પાઇપ્સ, પ્લોટ નં. 11 થી 13, શુભ ઇન્ડસ્ટ્રિયલ એરિયા, ખાંભા, લોધિકા, ખાતે અને જપ્તી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પેઢી સામે કાર્યવાહી માન્ય BIS લાઇસન્સ વિના ISI માકર્ડ PVC પાઈપોનું ઉત્પાદન કરવા બદલ કરવામાં આવી હતી, જે ગંભીર ઉલ્લંધન છે BIS એકટ, 2016 ની કલમ 17 નું ઉલ્લંઘન કરે છે, જે BIS એકટ, 2016 ની કલમ 29 હેઠળ સજાપાત્ર છે.

તપાસ દરમિયાન, ISI ચિહ્ન ધરાવતા કુલ 55 ડ્ઢ 6 મીટર પીવીસી પાઈપો જપ્ત કરવામાં આવ્યા હતા.
બી આઈ એસ ગ્રાહકોને સલાહ આપે છે કે તેઓ માર્કા વાળી વસ્તુઓના લાઇસન્સ નંબર તપાસવા અને ઉત્પાદનની અધિકૃતતા ચકાસવા માટે બી આઈ એસ કેર એપ્લિકેશનનો ઉપયોગ કરે. ગ્રાહકોને ઉદ્યોગો દ્વારા આવા દુરુપયોગથી સાવધ રહેવા અને આવા કોઈપણ દુરુપયોગની જાણ નીચેના સરનામે બી આઈ એસ ને કરવા ચેતવણી આપવામાં આવે છે.

Tags :
gujaratgujarat newsKhambhakhambha newspipe factoryrajkot news
Advertisement
Next Article
Advertisement