For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના મોટા ઉમવાળા ગામે ખનીજ માફિયા પર દરોડા, 45 લાખનો મુદામાલ જપ્ત

12:59 PM Dec 11, 2025 IST | Bhumika
ગોંડલના મોટા ઉમવાળા ગામે ખનીજ માફિયા પર દરોડા  45 લાખનો મુદામાલ જપ્ત

રાજકોટ ખાણ અને ખનીજ વિભાગે ગોંડલ તાલુકાના મોટા ઉમવાળા ગામે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં વિભાગે એક હિટાચી મશીન અને એક ડમ્પર સહિત આશરે રૂ. 45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, રોયલ્ટી ઇન્સપેક્ટર કિશનભાઈ રાણાવા, માઈન સુપરવાઈઝર એસ.ડી. સેડવા અને હિતેશ ગઢવી, તેમજ સર્વેયર ધવલ ભરવાડ સહિતની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું. ટીમે GJ12BX 7505 નંબરનું એક ડમ્પર અને એક હિટાચી મશીન કબજે કર્યું હતું. આ ખનન કોઈ ખાનગી જગ્યા પર થતું હોવાનું સામે આવ્યું છે. કબજે કરાયેલા વાહનોને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન નજીક સિક્સ લેનના કામને કારણે પાર્ક કરવા માટે જગ્યા ઉપલબ્ધ ન હોવાથી, ખાણ-ખનીજ વિભાગ દ્વારા તેમને અન્ય ખાનગી જગ્યા પર રાખવામાં આવ્યા છે. રાજકોટ ખાણ-ખનીજ વિભાગના આ કડક દરોડાને પગલે અન્ય જગ્યાએ બિન-કાયદેસર ખનન કરતા ખનીજ માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો દંડ ભરવામાં નહીં આવે, તો તેમની સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તેવી કડક ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement