ગાંધીનગરના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલમાં દરોડો: આઠ યુવક-યુવતી ‘ડમડમ’ હાલતમાં પકડાયા
બર્થ-ડે પાર્ટીના આયોજનમાં બે અન્ય રાજ્યની યુવતીઓ પણ મળી આવી : 3.70 લાખનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગરની નજીક આવેલા અલુવા ખાતેના એક ફાર્મ હાઉસમાં બર્થડે પાર્ટીના નામે ચાલતી દારૂૂની મહેફિલમાં પોલીસે દરોડો પાડીને આઠ યુવક અને યુવતીઓને દારૂૂ પીધેલી હાલતમાં ઝડપી લીધાં હતાં. પોલીસે દરોડો પાડ્યો ત્યારે કુલ 14 યુવક-યુવતીઓ મહેફિલમાં હાજર હતા, પરંતુ તે પૈકી 8 યુવક-યુવતીઓ દારૂૂ પીધેલી હાલતમાં જણાતા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે વાહનો, મોબાઇલ ફોન તેમ જ દારૂૂની બે બોટલ સહિત રૂૂ.3.70 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. ત્યારે બાતમી મળી હતી કે, અલુવા ખાતે આવેલા અશ્વ વિલેજ ફાર્મ હાઉસમાં કેટલાક લોકો છોકરીઓ સાથે બર્થ ડે પાર્ટી કરી રહ્યા છે અને દારૂૂની બાટલીઓ જોવા મળી છે. બાતમી અંગે ખાતરી કરી તાલુકા પીએસઆઈ એમ. એ. વાઘેલાએ ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો. ત્યારે એક રૂૂમની અંદર ચાર છોકરી અને ચાર છોકરા કૂંડાળું વળીને બેઠેલાં નજરે પડ્યાં હતાં. તેમની આગળ ગ્લાસ અને દારૂૂની ખાલી બે બોટલ તેમ જ અલગ અલગ ફરસાણનો નાસ્તો ડિશોમાં જોવા મળ્યો હતો, જેથી પોલીસે તમામની તલાશી લેતા તેઓ દારૂૂ પીધેલી હાલતમાં જણાઈ આવ્યાં હતાં. આથી યુવતીઓ સહિત તમામની ધરપકડ કરી તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ સ્થળે અન્ય 6 યુવક-યુવતીઓ પણ હાજર હતા, પરંતુ તેમણે દારૂૂ પીધો નહીં હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.
પોલીસની પૂછપરછ દરમિયાન આ યુવક-યુવતીઓએ જણાવ્યું હતું કે, નીતિશ મિશ્રાનો જન્મ દિવસ હોવાથી તેણે ઉજવણી માટે ફાર્મ હાઉસનો આ રૂૂમ પાર્ટી કરવા માટે ભાડે રાખ્યો હતો. પાર્ટીમાં હાજર સિધ્ધરાજ લવજી સોલંકી (રહે.વસ્ત્રાપુર), નિલેશ સુરેશ ઝાલા (રહે.અલકાર સોસાયટી, વેજલપુર), નિતેશ અશોક મિશ્રા (રહે.ધોલેશ્ર્વર સોસાયટી, ગુમા), અશોક અર્જુન ખરાડી (રહે.વસ્ત્રાપુર), યોમ્નો બિપોમ જેસી (રહે.શ્રીનંદનગર, વેજલપુર મઉળ લીરો મોમ્બા, અરૂણાચલ પ્રદેશ), મોના મહારામ કટારીયા (રહે.વેજલપુર), સુસ્મીતા કોન્ટ્રો રાભા (રહે.અમદાવાદ) અને શગુનસિંગ રાજકુમાર ચંદેલ (રહે. અમદાવાદ)ની ધરપકડ કરી હતી.