રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદે ખનન પર દરોડા

12:16 PM Feb 17, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યૂ વિભાગ, ખાણ અને ખનીજ કચેરી, ગીર સોમનાથ તેમજ આર. ટી. ઓ.ની સંયુક્ત ટીમ દ્વારા ખનીજના ગેરકાયદેસર ખનન કરતાં ઈસમો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ગીર સોમનાથ રેવન્યૂ વિભાગ, ખાણ અને ખનીજ કચેરી તેમજ આર.ટી.ઓ.ની સંયુક્ત ટીમ દ્વારા ખનીજના ગેરકાયદેસર ખનન બદલ ત્રણ ગાડીને પકડી અંદાજિત રૂૂ. 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

Advertisement

સૂત્રાપાડાના પ્રાચી ખાતે બે ગાડીને બ્લેક ટ્રેપ અને એક ગાડી સાદી રેતી ખનીજના ગેરકાયદેસર ખનન અને વહન માટે પકડવામાં આવી હતી. જેને જપ્ત કરીને સૂત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવી છે.

Tags :
Gir SomnathGIR SOMNATH NEWSgujaratgujarat newsIllegal Mining
Advertisement
Advertisement