રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુરતમાં બિલ્ડર ગ્રૂપ ઉપર દરોડાનું પગેરું 120 કરોડપતિઓ તરફ

03:42 PM Dec 15, 2023 IST | Sejal barot
Advertisement

સુરતમાં સુરાના, કંસલ ગ્રુપને ત્યાં IT વિભાગના દરોડા પડ્યા છે. જેમાં દરોડા દરમિયાન રૂૂપિયા 700 કરોડના દસ્તાવેજ મળ્યા છે. તેમજ રોકડમાં વૈભવી ફ્લેટ ખરીદ, વેચનારાની યાદી મળી છે. તેમાં IT વિભાગને 120 કરોડપતિઓની યાદી મળી આવતા મોટા માથાના નામ સામે આવી શકે છે.
કરોડોની જમીન વેચનાર ખેડૂતો દલાલના નામ સામેલ છે. સુરત શહેરમાં જાણીતા બિલ્ડર અને વેપારીને ત્યાં ઈન્ક્મ ટેક્સના દરોડા મામલે રાકેશ કંસલ અને સુરાનાને ત્યાં આઇટી દરોડામાં 700 કરોડના દસ્તાવેજ મળી આવતા અનેક ભેરવાયા છે. તપાસ દરમિયાન રોકડમાં વૈભવી ફ્લેટ ખરીદનારા, જમીન વેચનારા 120 કરોડપતિઓની યાદી મળી આવી છે. આઇટીની તપાસમાં કરોડોની જમીન વેચનાર ખેડૂતો, દલાલના નામ પણ સામેલ છે. હવે આ તમામને ત્યાં આઇટી વિભાગ તપાસ હાથ ધરશે.
કંસલ ગ્રુપ અને સુરાના ગ્રુપ પર આવકવેરાની તપાસમાં 700 કરોડના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે, સુરાના ગ્રુપે દસ્તવેજો છુપાવાના પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ સુરાનાને ત્યાંથી કુલ 500 કરોડ અને રાકેશ કંસલને ત્યાંથી 200 કરોડના બેનામી વ્યવહાર મળ્યા છે. આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સુરાના બિલ્ડર ગ્રુપ અને રાકેશ કંસલને ત્યાં હાથ ધરવામાં આવેલા પાંચ દિવસથી ચાલ્યા હતા. જેમાં 400 કરોડના ડોક્યુમેન્ટ ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરીને ઝડપી લેવાયા હતા. સુરાના બિલ્ડર ગ્રુપે દરોડા દરમિયાન ડોક્યુમેન્ટ હાથ ન લાગે એ માટે સતત પાંચ ફ્લેટ બદલ્યા હતા. ફ્લેટ પણ એવી રીતે બદલ્યા હતા કે થોડા જ સમયમાં ડોક્યુમેન્ટ અન્ય ફ્લેટ પર પહોંચાડી દેવામાં આવતા હતા.
આ મામલે ઈંઝ વિભાગના અધિકારીઓએ 250 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરીને આખરે 400 કરોડના ડોક્યુમેન્ટ સુધી પહોંચી ગયા હતા. આ સાથે જ બંને ગ્રુપ પર સર્ચ ઓપરેશન પુરુ થયું હોવાનું ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. હવે જે ડોક્યુમેન્ટ હાથ લાગ્યા છે. તેની ઝીણવટભરી તપાસ થશે અને બાદમાં ટેક્સ રિકવરી કાઢવામાં આવશે. જેની સાથે જ વારંવાર સ્થળ બદલીને જે ડોક્યુમેન્ટ ફેરવવામાં આવી રહ્યા હતા તેમાં રોકડના વ્યવહાર, રોકડની લોન, ક્ધસ્ટ્રક્શનના ખર્ચમાં વપરાયેલી રોકડ અને જમીનો-મિલકતો જે રોકડમાં ખરીદાયેલી છે. ઉપરાંત પ્રોજેક્ટમાં જે લોકોએ મિલકત લીધી છે. તેમાં કોણે-કોણે રોકડમાં ચૂકવણી કરી છે તેની પણ વિગતો છે.

Advertisement

Tags :
120leadsmillionairesRaid on builder group in Suratto
Advertisement
Next Article
Advertisement