ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આસ્થા ચોકડી પાસે પ્લોટમાં દરોડો : પોલીસને જોઈ બે શખ્સો ફરાર, દારૂની 90 બોટલ કબજે

04:03 PM Jul 23, 2024 IST | admin
Oplus_131072
Advertisement

બામણબોર ચેક પોસ્ટ પાસેથી પારડીનો શખ્સ 28 હજારની 72 બોટલ સાથે ઝડપાયો

Advertisement

શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આસ્થા ચોકડી પાસે આંબેડકરનગર સર્કલ પાસે ખુલ્લા પ્લોટમાં બે શખ્સો દારૂ સગેવગે કરતા હોવાની બામતી મળતા માલવિયાનગર પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડતા બન્ને શખ્સો ભાગી ગયા હતા અને પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

માલવિયા પોલીસ મથકના પીએસઆઈ સિંધી, દિનેશભાઈ બગડા સહિતના સ્ટાફે બાતમીના આધારે આસ્થા ચોકડીના ખુલ્લા પ્લોટમાં દરોડો પાડતા પોલીસને જોઈ આરોપી ભરત ઉર્ફે ગટુ મકવાણા, અને ધર્મેશ ઉર્ફે રાધે રાઠોડ ભાગી ગયા હતાં. ત્યાંથી અલગ અલગ બ્રાન્ડની રૂા. 45 હજારની 90 દારૂની બોટલ જપ્ત કરી હતી. હાલ બન્નેને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

બીજા દરોડામાં એરપોર્ટ પોલીસના પીઆઈ જે.એસ. ગામીત, પીએસઆઈ એ.કે. રાઠોડ સહિતના સ્ટાફે બામણબોર ચેક પોસ્ટ પાસેથી લોધીકાના પારડી ગામના દર્શન ભરતભાઈ ચૌહાણને રીક્ષા સાથે અટકાવી તલાશી લેતા રીક્ષામાંથી 28 હજારની 72 દારૂની બોટલ કબ્જે કરી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot newsrajkotpolice
Advertisement
Next Article
Advertisement