For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાહુલનો દાવો માત્ર પબ્લિસિટી સ્ટંટ, મોદી જ્ઞાતિને કોંગ્રેસે જ OBCમાં સમાવી

01:19 PM Feb 09, 2024 IST | Bhumika
રાહુલનો દાવો માત્ર પબ્લિસિટી સ્ટંટ  મોદી જ્ઞાતિને કોંગ્રેસે જ obcમાં સમાવી

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગુજરાત મોદી સમાજના પ્રમુખ પૂર્ણેશ મોદીએ મોદી સમુદાયને ઓબીસીમાં સામેલ કરવા અંગે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદનને બેજવાબદાર અને રાજકીય સ્ટંટ ગણાવ્યું છે. મોઢ ઘાંચી જ્ઞાતિની પેટાજ્ઞાતિ છે. મોદી અને કોંગ્રેસના મુખ્યમંત્રી છબીલદાસ મહેતાની સરકારે 1994માં તેને ઓબીસીમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી.

Advertisement

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અન્ય પછાત વર્ગોમાં ઓબીસી જાતિના સમાવેશ અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નો હકીકતમાં ખોટા હોવાનું બહાર આવ્યું છે. જુલાઈ 1994માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી અને છબીલદાસ મહેતા મુખ્યમંત્રી હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કહે છે કે મોદી મોઢ ઘાંચીની પેટાજ્ઞાતિ છે અને તેને ઓબીસીમાં સમાવવાનો નિર્ણય કોંગ્રેસના તત્કાલિન મુખ્યમંત્રીનો હતો.

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે પહેલા તેમના સમુદાયને અન્ય 35 જાતિઓ સાથે ઘઇઈમાં સામેલ કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીનું નિવેદન પાયાવિહોણું છે. સરકારની જાહેરાત પછી એક વહીવટી પ્રક્રિયા છે, જેમાં બે-ત્રણ વર્ષનો સમય લાગે છે, પરંતુ રાહુલનો દાવો સાવ ખોટો છે.

Advertisement

ગુજરાત મોદી સમાજના પ્રમુખ પૂર્ણેશ મોદીએ મોદી સમાજ વિશે ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો અને તેના આધારે રાહુલનું સંસદનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. પૂર્ણેશ મોદી જણાવ્યું કે મોઢ ઘાંચી સમુદાયને ઓબીસીમાં સામેલ કરવાની માંગ સૌપ્રથમ સ્વાતંત્ર્ય સેનાની અને પછી રાજ્યસભાના સભ્ય કાકા સાહેબ કાલેલકરે 1953માં ઉઠાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement