For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાહુલે ગુજરાતની ઘટનાઓ સંસદમાં ઉઠાવી પણ મંજૂરી મળી નહીં

04:27 PM Aug 10, 2024 IST | Bhumika
રાહુલે ગુજરાતની ઘટનાઓ સંસદમાં ઉઠાવી પણ મંજૂરી મળી નહીં
Advertisement

લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ નિયમો અને પ્રણાલિકા મુજબ લોકસભા અધ્યક્ષ પાસે ગઈકાલે ગુજરાતમાં માનવસર્જિત દુર્ઘટનાના ભોગ બનેલા લોકો વિશે તાત્કાલિક જાહેર મહત્વનો મુદ્દો ઉઠાવવાની પરવાનગી માંગી હતી. કમનસીબે સંસદમાં ઝીરો અવર્સમાં અધ્યક્ષ તરફથી રાજ્યના વિષયના બહાના નીચે મંજૂરી નહીં મળતા અધ્યક્ષને મુદ્દો સંસદમાં ઉઠાવવા માટે જે હકીકતો રાહુલ ગાંધી મારફત રજૂ કરવામાં આવી હતી તે હકીકતો સોશિયલ મીડિયા મીડીયા સમક્ષ રજૂ કરીને પીડિતોને ન્યાય માટે માંગણી કરી હતી.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, પજુલાઈમાં મારી ગુજરાતની મુલાકાત દરમિયાનરાજકોટમાં બનેલા ગેમિંગ ઝોનની દુર્ઘટના, વડોદરામાં બોટ ડૂબી જવાની ઘટના અને મોરબીમાં પુલ તૂટી પડવાના કારણે ભોગ બનેલા પરિવારોને મળ્યો હતો. મેં સંસદમાં તેમની ચિંતાઓ ઉઠાવવાનું કહ્યું હતું.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે અકલ્પનીય વેદનાસભર કરૂૂણ ઘટનાઓમાં ભયંકર માનવ હાનિની કિંમત ઓછી આંકી શકાતી નથી.મારી મુલાકાત દરમિયાનપરિવારોએ મૃતદેહોને ઓળખવાની ભયાનકતાનું વર્ણન કર્યું હતું.માતા-પિતાએ તેમના બાળકો સાથે તેમના છેલ્લા દિવસો યાદ કર્યા અને તેમના દુર્ઘટના પછી બચી ગયેલા લોકો માટે ઈશ્વર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.કેટલાક કિસ્સાઓમાં, પરિવારોએ તેમની એકમાત્ર કમાનાર વ્યક્તિ ગુમાવી છે. પરિવારો સંપૂર્ણ આવક વગર અતિ મુશ્કેલીમાં આવ્યા છે પરંતુ શાસન તરફથી કોઈ વ્યવસ્થા નથી થઈ.

Advertisement

શાસનની નિષ્ફળતાઓ ગણાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે આવી ઘટનાઓ શાસનની નિષ્ફળતાના લક્ષણો છે.ગુજરાત સરકાર બેદરકારી, મિલીભગત અને ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કરે છે જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે, આની નિ:શંકપણે નિંદા કરવી જોઈએ આવી ઘટનાઓ ભ્રષ્ટાચારના ઊંડા મૂળિયા પ્રસારને દર્શાવે છે. ગેરકાયદે/અનધિકૃત પ્રવૃત્તિઓ કે જે લોકોના જીવન માટે ગંભીર ખતરો ઉભો કરે છે. ભાજપના નેતાઓ, સરકારી અધિકારીઓ વચ્ચેની સાંઠગાંઠ ખાનગી વ્યક્તિઓને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા છૂટ આપે છે અને જેથી આવી દુર્ઘટનાઓ બની રહી છે. આવી સાંઠગાંઠની તપાસ થવી જોઈએ અને તેનો પર્દાફાશ થવો જોઈએ. પડદા પાછળના ગુનેગારોને પકડવા જોઈએ અને સાંઠગાંઠ જાહેરમાં ખુલ્લી પાડવી જોઈએ.થ તેવી સરકાર સમક્ષ તેમણે માગણી કરી છે.

તેમણે સરકારને અપીલ કરતા કહ્યું કે, ઉપરોક્ત સ્થિતિમાં હું સરકારને નિર્ણાયક પગલાં લેવા વિનંતી કરું છું જેથી ભવિષ્યમાં આવા પ્રકારની દુર્ઘટનાઓ અટકાવી શકાય.આ ભ્રષ્ટાચારને નાથવા અને સુધારવા માટે પ્રણાલીગત સુધારાની જરૂૂર છે અને ખૂબ જ કડક પગલાં જરૂૂરી છે.નિષ્ઠાવાન અને પ્રામાણિક અધિકારીઓ દ્વારા વિશ્વસનીય તપાસ થવી જોઈએ.હું સરકારને અપીલ કરવા માંગુ છું કે પીડિતોના પરિવારજનોની લાગણી અને માંગણીને ન્યાયપૂર્ણ રીતે સાંભળવી જોઈએ.પીડીત પરિવારને સંપૂર્ણ ન્યાય મળે તે જરૂૂરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement