For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાહુલ ગાંધીની ન્યાયયાત્રાનું 7 માર્ચથી ગુજરાતમાં આગમન

04:00 PM Feb 26, 2024 IST | Bhumika
રાહુલ ગાંધીની ન્યાયયાત્રાનું 7 માર્ચથી ગુજરાતમાં આગમન
  • ગુજરાત પ્રભારી મુકુલ વાસનિકનો બેઠકોનો દોર શરૂ, 5 દિવસમાં 7 જિલ્લાને આવરી લેવાશે

રાહુલ ગાંધીના ગુજરાત આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે નક્કી થઈ ગયું કે, કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આગામી 7 મી માર્ચથી ગુજરાતમાં આવશે. ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચથી દાહોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે અને 10 માર્ચે પૂર્ણ થશે. ભારત જોડો ન્યાય યાત્રા ના આયોજન માટે ગોધરા કોંગ્રેસ કાર્યાલય ખાતે અમિત ચાવડાની અધ્યક્ષતામાં જિલ્લા કોંગ્રેસ કારોબારીની બેઠક મળી હતી.

Advertisement

હાલ રાહુલ ગાંધીની ન્યાય યાત્રાના ગુજરાતના રૂૂટને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ માટે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક કાલથી ગુજરાત પ્રવાસે છે. સાંજે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા માટે બેઠક કરશે. કોંગ્રેસના નેતાઓને ન્યાય યાત્રાની જવાબદારી સોંપાશે. બુધવારે સવારે મુકુલ વાસનિક ન્યાય યાત્રાના રૂૂટની રૂૂબરૂૂ મુલાકાત લઈ સમીક્ષા કરશે.

રાહુલ ગાંધી ગુજરાતમાં 445 કિલોમીટરની યાત્રા કરશે. ગુજરાતમાં 5 દિવસની ન્યાય યાત્રા રહેશે. રાહુલની યાત્રા ગુજરાતના 7 જિલ્લામાંથી પસાર થશે. રાહુલ દેશમાં કુલ 6713 કિમીનો પ્રવાસ કરશે. આ યાત્રામાં કુલ 100 લોકસભા બેઠકો આવરી લેવામાં આવશે. ગુજરાતમાં જે લોકોને ન્યાય નથી મળતો એ લોકો સાથે રાહુલ ગૉંધી સંવાદ કરશે તેવી માહિતી અમિત ચાવડાએ આપી. સાથે જ તેમણે કહ્યું કે, ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં આ ભારત જોડો ન્યાય યાત્રા ફરશે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ આ યાત્રાનું મુખ્ય ટાર્ગેટ હશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement