રાઘવજી પટેલની તબિયતમાં સુધારો, સેપ્રેટ ક્યુબિકલમાં શિફ્ટ કરવામાં આવ્યા
- સ્વસ્થ થતાં હજુ પાંચથી છ દિવસ લાગી શકે
ગુજરાતના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને છ દિવસ પહેલા બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ હાલ રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે રાઘવજીભાઈની તબિયત સુધારા ઉપર હોવાનું અને હજુ પાંચથી છ દિવસ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવનાર હોવાનું તબીબો દ્વયારા જણાવાયું છે.
રાઘવજીભાઈ પટેલની સારવાર કરતા ડો. સંજય ટીલાળાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, રાઘવજીભાઈ પટેલની તબિયત સુધારા ઉપર છે. અને તેમને હાલ આઈસીયુમાંથી સેપ્રેટ ક્યુબિકલમાં શિફ્ટ કરવામા આવ્યા ચે. નિષ્ણાંત તબીબો અને એઈમ્સના ડાયરેક્ટરની દેખરેખ હેઠળ રાઘવજીભાઈ પટેલની સારવાર ચાલી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, હજુ રાઘવજીભાઈ પટેલને સ્વસ્થ થતા પાંચથી છ દિવસ લાગી શકે છે. ત્યાં સુધી સેપ્રેટ ક્યુબિકલમાં સારવાર ચાલુ રાખવામાં આવશે તેમની સારવાર માટે આઈસીયુમાં જ સેપ્રેટ કયુબિકલ બનાવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગત શનિવારે રાત્રે પસાયા ગામે કાર્યક્રમ દરમિયાન રાઘવજીભાઈ પટેલને બ્રેઈન સ્ટોક આવ્યો હતો. અને પ્રાથમિક સારવાર જામનગર આપવામાં આવ્યા બાદ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.