For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારિકા હેવનના યુવક પાસેથી 52 હજારનો કેમેરો ભાડે લઇ આરોપી થયો રફુચક્કર

05:07 PM Mar 12, 2024 IST | Bhumika
દ્વારિકા હેવનના યુવક પાસેથી 52 હજારનો કેમેરો ભાડે લઇ આરોપી થયો રફુચક્કર
  • ગઠિયો આધારકાર્ડ બતાવી રૂા.500માં કેમેરો ભાડે લઇ ગયો હતો

ગોંડલ રોડ પર પીડીએમ કોલેજ પાસે દ્વારિકા હેવનમાં રહેતા યુવાન પાસેથી રૂૂ.500માં રૂૂ.52 હજારનો કેમેરો ભાડે લઈ ગયા બાદ પરત નહીં કરી વિશ્વાસઘાત કરતા માલવીયા નગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

વધુ વિગતો મુજબ, રતનપરના સાંગાણીનગર પ્લોટમાં રહેતા દેવાંશભાઇ દીનેશભાઇ બગથરીયા(વાણંદ)(ઉ.વ.22)એ પારશીક વાડોદરિયા સામે વિશ્વાસઘાત અંગેની ફરિયાદ નોંધાવી હતી. તેઓએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ એક ન્યૂઝ પેપરમાં નોકરી કરે છે.ગઇ તા.01/11/2023 ના રોજ મને ઓ.એલ.એકસના માધ્યમથી ફોન આવેલ અને પોતાનું નામ પારશીક વાડોરીયા જણાવ્યું હતું અને મને કહેલ કે,તમે કેમેરા ભાડે આપો છો જેથી મેં હા પાડેલ અને અમારે પી.ડી.એમ કોલેજ પાછળ આવેલ દ્રારીકા હેવન કોમ્પેલક્સ ફલેટ નં.એ/202 ખાતે બોલાવેલ જેથી ગઇ તા.04/11/2023 ના હું બતાવેલ જગ્યાએ પાર્કીંગમાં તે ઉભો હતો.

ત્યારે મે મારો કેમેરો રૂૂ.52,900નો અડધા દીવસ માટે ભાડે રાખવાનું જણાવેલ જેથી મેં રૂપીયા 500ગુગલ પે થી મારા ગુગલ પે એકાઉન્ટમાં મેળવેલ બાદ હું મારા કામે જતો રહ્યો હતો આરોપીએ કેમેરો પરત ના કરતા અને ફોન પણ ન ઉપડતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ અંગે હેડકોન્સ્ટેબલ ડી.પી.બગડા તપાસ ચલાવી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement