For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહિલાઓ માટે પ્રેરણારૂપ ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી

12:25 PM Mar 08, 2025 IST | Bhumika
મહિલાઓ માટે પ્રેરણારૂપ ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી

Advertisement

 નાની ઉંમર, મોટી જવાબદારીઓ છતાં તમામ ક્ષેત્રે સક્રિય રચનાબેન 

"પુરુષ સમોવડી નારી" એ ઉક્તિ હવે અતિરેકભરી નથી રહી. ત્યારે આવું જ એક ઉદાહરણ ખંભાળિયા નગરપાલિકાના યુવા મહિલા પ્રમુખ રચનાબેન મોહિતભાઈ મોટાણીનું છે. પ્રતિષ્ઠિત અને સંપન્ન પરિવારમાંથી આવતા રચનાબેન મોટાણી એ ફક્ત આદર્શ ગૃહિણી જ નહીં પરંતુ સમાજ સેવા ક્ષેત્રે પણ સક્રિય રહી અને સમાજમાં મુઠ્ઠી ઉછેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકીય ક્ષેત્રે આગળ પડતું નામ ધરાવતા મોટાણી પરિવારના પુત્રવધુ રચનાબેન મોટાણીને માત્ર 28 વર્ષની વયે નગરપાલિકાના સૌથી નાની વયના મહિલા સદસ્યા અને ત્યાર બાદ તેમને નગરપાલિકાના પ્રમુખ તરીકેનું મહત્વની જવાબદારીઓ સાથેનું સુકાન સોંપવામાં આવ્યું છે. ત્યારે શહેરને લગતા વિવિધ પ્રશ્નોમાં સક્રિય અને જાગૃત રહી અને પોતાની ઘરની જવાબદારી સાથે નગરપાલિકાની કામગીરી માટે પણ ખાસ સમય ફાળવતા રચનાબેન અનેક યુવતીઓ માટે આદર્શરૂપ કહી શકાય.

આજે વુમન્સ ડે નિમિત્તે ખાસ વાત કરતા રચનાબેન મોટાણી જણાવે છે કે મને નાનપણથી જ યુવતીઓ - બહેનો સાથે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિમાં સુરુચી રહી છે. સમયાંતરે વિવિધ મહિલાલક્ષી કાર્યક્રમોમાં સહભાગી થવા તેમજ જરૂર પડ્યે જુદી જુદી રીતે સૌને મદદરૂપ થઈને મને અનેરો આનંદ અને સૂકુન મળે છે. મારા પરિવારમાં મારા પતિ મોહિતભાઈ, સસરા ભરતભાઈ, કાકાજી સસરા યોગેશભાઈ અને સાસુ જેમીનીબેન મોટાણી (નગરપાલિકાના પૂર્વ પ્રમુખ) દ્વારા મને નિયમિત રીતે તમામ પ્રકારે માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે છે. જે મારા માટે ખૂબ જ મહત્વનું છે. ત્યારે હાલ મને મળી રહેલી આ તમામ સિદ્ધિ તેમજ સફળતાનો શ્રેય મારા પરિવારજનોને આપી શકાય. વધુમાં તેમણે દરેક મહિલાઓને સંદેશ આપતા કહ્યું છે કે યોગા કરો, કસરત કરો, હસતા રહો. જેથી સ્વસ્થ અને નીરોગી રહી અને શારીરિક અને માનસિક કાર્યક્ષમતા વધારી શકાય.

નાની નાની દીકરીઓ માં જગદંબાનું સ્વરૂપ ગણીને તેમની દેખભાળ સાથે સતત નવ દિવસ સુધી નગરપાલિકા દ્વારા પરંપરાગત ગરબાનું આયોજન રચનાબેનની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા દીકરીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવી હતી. પોતાની જ શાળા અને કન્યા શાળાઓની વારંવાર મુલાકાત લઇ અને દીકરીઓને ભણવા માટે તેઓ પ્રોત્સાહિત કરે છે. દરેક દીકરીઓને અંગત રીતે હાવભાવ પૂછીને તેમના પ્રશ્નોનું નિરાકરણ પણ તેઓ લાવે છે.

ખંભાળિયા શહેરની વિવિધ સેવા સંસ્થાઓમાં પણ કાર્યરત તેમજ નાની ઉંમરે સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રગતિ કરનારા રચનાબેન મોટાણી ખરા અર્થમાં નારી તું નારાયણી કહી શકાય. આ તકે રચનાબેન દ્વારા તમામ મહિલાઓને વુમન્સ ડે ની શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement