નવરાત્રિ માટે રેસકોર્ષ ક્રિકેટ ગ્રાઉન્ડ ભાડેથી મળશે; 15 દી’ના 30 લાખ
આવક વધારવા મનપાએ અરજન્ટ દરખાસ્ત તૈયાર કરી સ્ટેન્ડિંગ કમિટીની શનિવારે બેઠક બોલાવી
મહાનગરપાલિકાની શનિવારે અરજન્ટ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી છે. જેમાં 22 દરખાસ્ત એજન્ડા રજૂ કરાશે પરંતુ અરજન્ટ સ્ટેન્ડિંગ બોલાવા પાછળનું કારણ રેસકોર્ષ સ્થિત માધવરાજ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડના ભાડાના દર નક્કી કરી મંજૂરી આપવાની છે. જે મુજબ અમદાવાદ કોર્પોરેશનને ભાડે આપેલા મેદાનો સહિતનાનો અભ્યાસ કરી રાજકોટ કોર્પોરેશનને રમત ગમત માટે અને ખાસ કરીને તાજેતરમાં આવનાર નવરાત્રિ મહોત્સવમાં ક્રિકેટ ગ્રાઉન્ડ ભાડે આપવાના દર નક્કી કર્યા છે. જે મુજબ રાસોત્સવ માટે 15 દિવસ ક્રિકેટ ગ્રાઉન્ડના રૂા.30 લાખ દર નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના ફોરમેન્ટ માટે અલગ અલગ દર સૂચવામાં આવ્યા છે. જે શનિવારની સ્ટેન્ડિંગમાં મંજૂર કરવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરના જણાવ્યા મુજબ અરજન્ટ દરખાસ્ત તૈયાર કરી સ્ટેન્ડિંગની બેઠક બોલાવવામાં આવી છે. નવરાત્રિ નજીક હોય રેસકોર્ષનું ક્રિકેટ ગ્રાઉન્ડ થકી ભાડાની આવક મનપાને મળી શકે તેવા હેતુ થી ભાડાના દર નક્કી સ્ટેન્ડિંગ મંજૂર કરવામાં આવશે. જેમાં ખાસ કરીને નવરાત્રિ દરમિયાન રાસોત્સવના આયોજકોને ક્રિકેટ ગ્રાઉન્ડ ભાડેથી આપવામાં આવશે. દરખાસ્ત મુજબ 15 દિવસનુ ભાડુ 30 લાખ નક્કી કરવામાં આવ્યુ છે. જેના લીધે આયોજકોને મંડપ સહિતના ખર્ચનો ફાયદો થશે. દરખાસ્ત મંજૂર થયા બાદ તુરંત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે અને પ્રથમ આવનાર આયોજકોને મેદાન ભાડેથી આપવામાં આવશે. તેવી જ રીતે ક્રિકેટ સહિતની રમતો તેમજ અલગ અલગ પ્રકારના મનોરંજન કાર્યક્રમો માટેના ભાડાના દર નક્કી કરવામાં આવ્યા છે. 22 દરખાસ્ત રજૂ કરવામાં આવશે.
જેમાં નવા રોડ રસ્તાઓ તેમજ ઝોનલ કામગીરના કોન્ટ્રાક્ટ અને ફરી વખત લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ રોડ પહોંળો કરતી વખતે કપાતમાં આવેલ મીલકતોને વળતર આપવા અંગેની દરખાસ્ત અગાઉ પેન્ડિંગ રખાયા બાદ ફરી વખત રજૂ કરવામાં આવી છે. તેવી જ રીતે માધાપર ખાતે વિદ્યુત સ્મશાન ડેવલોપીંગ, વોર્ડ નં.5માં ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરી નદી પર સ્લેબ કલ્વર્ટ બનાવવા તથા વોર્ડ નં.11માં સીસીરોડ અને વેસ્ટ ઝોનમાં છ વોર્ડમાં મેટલીંગ કામ કરવા સહિતની દરખાસ્તનો ખર્ચ મંજૂર કરવામાં આવશે.
માધાપરનું હયાત સ્મશાન વિદ્યુત આધારિત કરાશે
વોર્ડ 3માં માધાપર ગામના હયાત સ્મશાનમાં વિદ્યુત અને ગેર આધારીત કાર્યરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં મંજૂર કરેલ રૂા.3.88 કરોડના ખર્ચે સ્મશાનનું ડિવલોપીંગ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.3માં માધાપર ગામના હયાત સ્મશાનને વિદ્યુત સમશાન તરીકે ડેવલપ કરવાના કામે GST સહિત રૂૂ.3,88,36,389/- નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામમાં આશરે 669.00 ચો.મી. એરિયામાં ફર્નેશ માટે (G 1) બિલ્ડીંગ કામનો અને એક ઈલેક્ટ્રીક તથા એક ગેસ આધારિત ફર્નેશ કામનો સમાવેશ કરવામાં આવેલ છે. સદરહું કામે રૂૂ.3,29,12,194 GST સિવાયની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ જે પૂર્ણ થતા હવે દરખાસ્ત સ્ટેન્ડિંમા રજૂ કરાય છે.
વેસ્ટ ઝોનના 6 વોર્ડમાં રૂા.26.38 કરોડના ખર્ચે રોડ રસ્તા બનશે
વેસ્ટઝોનમાં છ વોર્ડમાં એક સાથે મેટલીંગ કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને રૂા.26.38 કરોડનું ટેન્ડર કર્યા બાદ હવે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મંજૂર કરી વેસ્ટઝોનના વોર્ડ નંબર 1, 8, 9, 10, 11 અને 12નાં વિસ્તારોમાં મેટલીંગ કામ શરૂ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા - વેસ્ટ ઝોન હેઠળનાં વોર્ડ નં.-1, 8, 9, 10, 11 અને 12નાં વિસ્તારોનાં વિકાસ કામો માટે કેન્દ્ર સરકારની ગ્રાંટ, રાજય સરકારની ગ્રાંટ તેમજ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની બજેટ જોગવાઇ અનુસારનાં કામો તેમજ હાલમાં વેસ્ટ ઝોન હેઠળનાં વિસ્તારોમાં અમૃત-2.0 યોજના અંતર્ગત ડી.આઇ. પાઇપ લાઇન તથા ડ્રેનેજ પાઇપ લાઇન નેટવર્કનાં નવાં તેમજ અપગ્રેડેશનનાં કામો પ્રગતિ હેઠળ છે.એન્યુઅલ રેઇટ કોન્ટ્રાકટ મુજબનું ટેન્ડર નીચેની વિગતોએ પ્રસિધ્ધ કરવામાં આવેલ. આ કામેએક વર્ષ માટે કુલ રૂૂા.22,35,59,18 તથા પ્રવર્તમાન 18.00 % જી.એસ.ટી. સહિત આ કામે કુલ રૂૂા.26,38,00,000નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે 18-માસ માટે અંદાજે 417400 ચોરસ મીટરમાં રસ્તાઓને મેટલીંગ કરવાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. અને ઉકત કામે રૂા.22,35,59,188 એક વર્ષની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ જે પૂર્ણ થતા હવે સ્ટેન્ડિંગમાં મજૂરી અપાશે..
વગડ ચોકથી ટીલાળા ચોક સુધી સીસી રોડ બનશે
મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અન્ય દરખાસ્ત પૈકી વગડ ચોકડીથી ટીલાળા ચોકડી સુધીના હયાત રોડના સ્થાને સીસીરોડ બનાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. સતત વરસાદી પાણી આ રોડ ઉપરથી વહેતુ હોય ડામર રોડની જગ્યાએ સીસીરોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને રૂા.6.51 કરોડનુ એસ્ટીમેન્ટ તૈયાર કરી ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવેલ અને હવે 12% ઓનથી એજન્સીને કામ આપવામાં આવશે જેની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં મંજૂર કરાશે. રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.-11માં આવેલ વગડ ચોક થી ટીલાળા ચોક સુધી સી.સી. રોડ કરવાનાં કામે કુલ રૂૂા.6,51,29,616 તથા પ્રવર્તમાન 18.00 % જી.એસ.ટી. સહિત આ કામે કુલ રૂૂા.7,68,53,000નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે.આ કામે અંદાજે 19500.00 ચોરસ મીટરમાં સી.સી. કરવાનાં કામો સમાવેશ કરવામાં આવેલ છે. અને રૂૂા.6,51,29,616ની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ. તા.24-06-2025નાં રોજજાહેરાત પ્રસિધ્ધ કરાવી ઇ-ટેન્ડર દ્વારા ભાવો મંગાવવામાં આવેલ હતાં. જે અન્વયે નિયત સમય મર્યાદામાં નીચે મુજબનાંબિડર દ્વારા બિડ સબમીટ કરવામાં આવેલ.
માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ભાડાના દર