રાજકોટ જિલ્લા પંચાયતના સ્થળાંતર-બિલ્ડિંગના રિનોવેશન માટે કરાયેલ 70 લાખના ખર્ચ સામે સવાલો
સાત માળની સફાઇ પાછળ 12 લાખ, કૌભાંડની શંકા વ્યકત કરતા કોંગ્રેસના સભ્ય
રાજકોટ જિલ્લા પંચાયત કેચરીનું હંગામી ધોરણે કોર્ટ બિલ્ડિંગમાં સ્થળાંતર કરવા માટે કરાયેલ જરૂરી ખર્ચાઓ સામે જિલ્લાન પંચાયતના જ કોંગ્રેસના સભ્ય મનીુખ સાકરીયાએ સવાલો ઉઠાવી કૌભાંડ થયાની શંકા વ્યકત કરી છે.
જિલ્લા પંચાયતના કોર્ટ બિલ્ડિંગમાં કરવામાં આવેલા સ્થળાંતર પૂર્વે રીનોવેશન પાછળ કરાયેલા ખર્ચની મનસુખ સાકરીયાએ વિગતો માંગી હતી જેના જવાબમાં કુલ 70 લાખનો ખર્ચ થયાનું જણાવાયું છે.
આ ખર્ચાની આપવામાં આવેલી વિગતો મુજબ કોર્ટ બિલ્ડિંગમાં સફા સફાઇ માટે રૂા.12 લાખ, પ્રિન્ટર-શાખાના રેકર્ટ-કોમ્પ્યુટર વિગેરે ફેરવવા માટે રૂા.12.23 લાખનો ખર્ચ કરાયો છે. જયારે કોમન ટોયલેના રિપેરિંગ અને વોટર પ્રુફિંગ માટે રૂા.16.35 લાખ, એલ્યુમિનિયમ સેકશન, પડદા, ફર્નિચર રિપેરીંગ, કલરકામ વિગેરે માટે 12 લાખનો ખર્ચ દર્શાવાયો છે.
મનસુખભાઇ સાકરીયાનું કહેવુ છે કે, હક્કિતમાં બે ઓફિસ સિવાય કયાંય આ કામ થયુ નથી છતાં રૂા.12 લાખનો ખર્ચ બતાવાયો છે.જયારે લોખંડની ગ્રિલ અને ગ્લાસ પાર્ટિશન માટે અન્ય રૂા.12.13 લાખ ખર્ચાયા છે. જીસ્વાન રાઉટરના પ્લેટફોર્મ બનાવવા માટે રૂા.4.80 લાખનો ખર્ચ કરાયો છે.
આમ જિલ્લા પંચાયત કચેરીના સ્થળાંતર પાછળ કરાયેલ રૂા.70 લાખ જેવા ઉંચા ખર્ચ સામે મનસુખ સાકરીયાએ શંકા વ્યકત કરી કચેરીનું સ્થળાંતર કોને ફળી ગયું ?, કોણ મલાઇ ખાઇ ગયું? તેવા સવાલો ઉઠાવ્યા છે. તેમણે એક વીડિયો પણ બનાવી વાયરલ કર્યો છે અને જિલ્લા પંચાયત કચેરીના સ્થળાંતર માટે કરાયેલ ખર્ચ અંગે શકા વ્યકત કરી છે.સાત માળના બિલ્ડિંગના સફાઇ માટે 12 લાખ અને પરચુરણ ખરીદીના 12 લાખ, પાણીની સુવિધા માટે 16.35 લાખ ખર્ચ કરાયો છે. તે ખર્ચા શંકાસ્પદ ગણાવ્યા છે.