અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે પગમાં ગોળી મારી
દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી મોઈનુદ્દિનને પોલીસ ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરવા માટે લઈને નીકળી હતી. આ દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે ફાયરિંગ કર્યું હતું.
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં દિવ્યાંગ યુવતી પર એક શખ્સે ગત તા.26ના રોજએકલતાનો લાભ લઈ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનામાં આરોપીને પકડવા ક્રાઈમ બ્રાંચ સક્રિય થઈ હતી અને ચાર જ દિવસમાં માનસિક રીતે વિકૃત આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ આરોપી સામે 15 જેટલા ગુના નોંધાયેલા છે. આરોપી સામે પોલીસે વધુ એક ગુનો દાખલ કર્યો છે.
દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી મોઈનુદ્દિનને પોલીસ ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરવા માટે લઈને નીકળી હતી. આ દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક પોલીસ કર્મીને પણ ઈજા પહોંચી હતી. જેથી તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે વધુ એક ગુનો દાખલ કર્યો છે.