રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સફાઈ કામદારોના પ્રશ્ર્ને આયોગ ચેરમેનની તંત્ર સાથે બેઠક

05:25 PM Mar 09, 2024 IST | Bhumika
Advertisement

સફાઈ કર્મચારીઓના રાષ્ટ્રીય આયોગના ચેરમેન એમ. વેંકટેશન આજે રાજકોટ પધાર્યા હતા. તેમણે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર/જિલ્લા મેજિસ્ટ્રેટ, મહાનગર પાલિકા કમિશનર, રાજકોટ સંયુક્ત પોલીસ કમિશનર, નગરપાલિકાઓના કમિશનર, પાલિકાઓના ચીફ ઓફિસર તેમજ સફાઈ કર્મચારીઓના અગ્રણીઓ, સફાઈ કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી.
આયોગના ચેરમેનએ યુનિયનના પ્રતિનિધિઓ પાસેથી સફાઈ કર્મચારીઓને લગતા વિવિધ પ્રશ્નો જાણ્યા હતા. આ સાથે તંત્રના સંબંધિત અધિકારીઓ પાસેથી આ પ્રશ્નો બાબતે લેવાયેલા પગલાંની વિગતો પણ જાણી હતી.

Advertisement

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કર્મચારીઓની ભરતી, સુવિધા સહિતના પ્રશ્નો રજૂ થયા હતા. જેમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરફથી આયોગને જણાવાયું હતું કે, રાજકોટ મહાનગરમાં ટુંક સમયમાં જ 531 સફાઈ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. આ માટેની પ્રક્રિયા શરૂૂ થઈ ગઈ છે. ઉપરાંત સફાઈ કર્મચારીઓ માટે અલાયદો અદ્યતન કમ્યુનિટી હોલ પણ બનાવવામાં આવશે. જેની ક્ષમતા એક સાથે ચાર - પાંચ લગ્નો થઈ શકે એટલી હશે. આના માટે બજેટમાં જોગવાઈ પણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સફાઈ કર્મચારીઓને નિયમિત દર મહિને વેતન મળી જાય તે માટે કોન્ટ્રાક્ટર માટે ટેન્ડરની શરતોમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. આ સાથે સફાઈ કર્મચારીઓને લઘુતમ વેતન મળે તે પણ નિશ્ચિત કરવામાં આવ્યું હતું.

આયોગના ચેરમેનએ રાજકોટ મહાનગર, ગોંડલ, જસદણ, ધોરાજી, ઉપલેટા, જેતપુર સહિતની નગરપાલિકાઓના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સાથે વાત કરીને તેમને અપાતા પી.એફ., વીમા કવચ, અન્ય સુવિધા સહિતની વિગતો પણ જાણી હતી. જેમાં મહિલા સહિતના વિવિધ સફાઈ કર્મચારીઓએ તેમને પૂરતી સુવિધા અપાતી હોવાનું જણાવ્યું હતું.

આ તકે રાજકોટમાં અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક આનંદબા ખાચરે સફાઈ કર્મચારીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત અપાયેલા લાભોની વિગતો રજૂ કરી હતી.
આયોગના ચેરમેનએ સફાઈ કર્મચારીઓ માટે વીમાની રકમ પાંચ લાખની કરવા, વર્ષમાં એકવાર ફૂલ લેન્થ મેડિકલ ચેક અપ કરવા, મહિલા સેલ સક્રિય રાખવા સહિતના વિવિધ મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત પણ કરી હતી અને વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement