આવાસ યોજનાનું ક્વાર્ટર પેનલ્ટી ભરી ભાડે આપી શકાશે
મહાપાલિકાની આવતી કાલે સ્ટેન્ડિંગની બેઠક, ભાડેથી આપેલા સીલ થયેલા આવાસ છોડાવવા દંડમાં વધારાની અને આવાસ રદ કરવા સહિતના પગલાંની દરખાસ્ત રજૂ
કમિશનર વિભાગમાંથી કર્મચારીઓને તબીબી સહાય સહિતની અલગ અલગ કામોની 57 દરખાસ્ત રજૂ
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠક આવતી કાલે મળનાર છે. આ વખતે પણ કર્મચારીઓ અને અધિકારીઓને તબીબી સહાય સાથેની અલગ અલગ કામોની 57 દરખાસ્ત કમિશનર વિભાગમાંથી રજૂ કરવામાં આવી છે. જે પૈકી અલગ અલગ પ્રકારની આવાસ યોજનાઓમાં લાભાર્થીઓ દ્વારા આવાસ ભાડેથી આપવામાં આવે છે. તેની વિરુદ્દ ચેકીંગ કાર્યવાહી કરી આવાસો સીલ કરાતા હોય છે. જેમાં હવે નિયમ મુજબ ભાડેથી આપેલા અને સીલ થયેલા આવાસો પરત અરજદારને ખોલી આપવા માટેના દંડમાં ભારે વધારો કરી એકંદરે આવાસ ભાડે આપવાનો માર્ગ મોકળો કરવામાં આવ્યો હોય તેમ આ અંગેની દરખાસ્ત સ્ટેન્ડીંગમાં રજૂ કરવામાં આવી છે. તેના લીધે લાભાર્થીઓ પેનલ્ટીની રકમ ભરીને આવાસો ભાડેથી આપી શકશે.
મનપાની સ્ટેન્ડીંગામં આવાસ યોજનાના સીલ થયેલા ક્વાર્ટર પરત આપવા માટે દંડમાં વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ભાડેથી આપેલા આવાસો સીલ થયા બાદ અરજદાર પાસેથી પરત લઈ લેવામાં આવતા હતાં તેમજ લાગતુ હતું પરંતુ હવે આવાસ વિભાગે નવો નિય સીલખોલવાનો અમલમાં મુક્યો છે. જેમાં પ્રથમ વખત ભાડે આપેલ આવાસનું સીલ ખોલવા માટે રૂપિયા પાંચ હજાર પેનલ્ટી તેમજ આજ આવાસ બીજી વખત સીલ થાય ત્યારે ખોલવા માટે રૂપિયા 10 હજાર અને ત્રીજી વખત આવાસ સીલ થશે તો રૂા. 20 હજારનો દંડ વસુલવામાં આવશે. જેની સામે ચોથી વખત આવાસ સીલ થયે ફાળવણી રદ કરવા સહિતના પગલા લેવામાં આવશે આમ એક્ધદરે અરજદારે આવાસ ભાડે આપવા માટે અચકાતા હતા જેમાં હવે છૂટછાટ મળી હોય તેવુ લાગી રહ્યું છે.
મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં કમિશનર વિભાગ દ્વારા 57 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં જુદી જુદી વોટ કમિટિના ઠરાવ તેમજ ફાયર બ્રિગેડની કામગીરીનો રિપોર્ટ તથા લોકાર્પણ અને ખાત મુહુર્તના કાર્યક્રમો તેમજ તિરંગા યાત્રા અને પતંગોત્સવ તથા લોક ડાયરો સહિતના કાર્યક્રમોના ખર્ચને મંજુરી માટેની દરખાસ્ત તથા અલગ અલગ વોર્ડમાં ભુગર્ભ ગટર ફરિયાદનો નિકાલ ડામર કાર્પેટ તેમજ સફાઈ કર્મચારીઓ અને સ્ટાફ માટે જરૂરી સાધન-સામગ્રીની ખરીદી નવી વોર્ડ ઓફિસ તથા નવુ આરોગ્ય કેન્દ્ર, સીસી રોડ, પેવીંગ બ્લોક, ડીઆઈ પાઈપલાઈન સહિતના કામોનો ખર્ચ મંજુર કરવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જે સંભવત આવતી કાલે મંજુર કરવામાં આવશે.
ચાર મિનિ ફાયર ફાઇટર ખરીદાશે
શહેરનો વ્યાપ વધતા તેમજ નવા ફાયર સ્ટેશનોનું કામ શરૂ થતાં હવે ફાયર ફાયટર સહિતના સાીધનોની વધુ જરૂરિયાત ઉભી થતાં ફાયર વિભાગ દ્વારા અગાઉ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરેલ જે મુજબ અલગ અલગ ફાયર સ્ટેશન માટે રૂપિયા 72.87 લાખના ખર્ચે ચાર્જ ફાયર ફાઈટર ખરીદવામાં આવશે. જેની દરખાસ્ત સ્ટેન્ડીંગમાં રજૂ કરવામાં આવી છે.
6 વોર્ડમાં 74.39 કરોડના કામ 11.97 ટકા ઓનથી અપાશે
મહાનરપાલિકા દ્વારા રોડ-રસ્તાઓ ડિઝાઈન મુજબ બનાવવા માટે દર વર્ષે નવા વિસ્તારોમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. પરંતુ આ વર્ષે બે વર્ષનું કામ એક સાથે આપવા માટે ટેન્ડર કરવામાં આવેલ જેમાં વેસ્ટઝોન હેઠળના વોર્ડ નં. 1, 8, 9, 10, 11 અને 12માં ડિઝાઈન રોડનું કામ બેવર્સ કરવામાટે પ્રથમ વર્ષ રૂા. 29.65 કરોડ સહિત બે વર્ષનું કામ રૂા. 74.39 કરોડના ખર્ચે પવન ક્ધટ્રક્શન કંપની અને શ્રીજી દેવકોન પ્રાઈવેટ લીમીટેડ કંપનીને 11.97 ટકા ઓનથી આપવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પેવર કામ તેમજ રોડ-રસ્તાના કામો આપવામાં આવી રહ્યા છે. જેનું એસ્ટીમેટ તૈયાર કરવાની ફાવટ અધિકારીઓ પાસે હોય છે. છતાં વખતો વખત અધિકારીઓ દ્વારા એસ્ટીમેન્ટની રકમ નીચી દરશાવી એજન્સીઓ પાસેથી ઓનથી કામ કરાવવામાં આવી રહ્યું છે. અનુભવી અધિકારીઓ હોવા છતાં આ વખતે પણ બે વર્ષનું રૂા. 74.39 કરોડનું કામ 11.97 ટકા ઓનથી આપવામાં આવશે.
રેસકોર્સ સંકુલમાં બનશે રાજકોટનો પ્રથમ ચિલ્ડ્રન સાવર રૂમ સાથેનો સ્વિમિંગ પૂલ
રેસકોર્સ સંકુલમાં આવેલ સ્વીમીંગ પુલમાં ટાઈલ્સ લગાવવા સહિતનું રિપેરીંગ કામ ચાલુ કરવામાં આવ્યું છે. પરંતુ સ્વિમીંગ પુલમાં ચિલ્ડ્રન સાવર રુમ અને કોચ રૂમ બનાવવાનો નિર્ણય લઈ આ કામના રિવાઈઝ ખર્ચને મંજુરી માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. અને રૂા. 1.39 કરોડનો વધારાનો ખર્ચ કરી 6 માસની અંદર સ્વિમીંગ પુલનો અન્ય રિપેરીંગ કામની સાથો સાથ પુલ પાસે ચિલ્ડ્રન સાવર રુમ અને કોચ રૂમ બનાવવામાં આવશે. જેના લીધે હવે આ સ્વિમીંગ પુલ શિયાળા દરમિયાન ચાલુ કરવામાં આવશે.
વોટર પ્યુરીફાયર અને RO પ્લાન્ટની ખરીદી થશે
મહાનગરપાલિકા હસ્તકની અલગ અલગ કચેરી દ્વારા વોટર પ્યુરીફાઈવ તથા આરઓ પ્લાનની માંગણી કરવામાં આવેલ જે અઁતંગર્ત મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જેમાં સીબા, એક્વાટેક કંપનીના નીચા ભાવ આવતા રૂા. 37 લાખના ખર્ચે એક લીટર મીની કેપીસીટી, અલ્ટ્રા વાયોલેટ, ક્યુરીફીકેશન પ્રોસેશ તથા 50 લીટર કેપીસીટીના રિવર્સ ઓસ્મોસીસ વોલ માઉન્ટેડ આર.ઓ. પ્લાન્ટની ખરીદી અને બાઉલ્સ કેન્ડલની સફાઈ સહિતનું કામ એજન્સીને આપવામાં આવશે.
હરિહર ચોકમાં નવું બોક્સ કલવર્ટ બનશે
સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સદર પોલીસ સ્ટેશન પાસે રિયલ ચોકમાં જુનું બોક્સ કલવર્ટ કે જેની દિવાલ ગત ચોમાસામાં પડી ગયેલ આથી આ નાલુ ભયજનક હોવાથી તેના સ્થાને નવુ નાલુ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ જેમાં રિનોવેટીવ એન્ટરપ્રાઈઝ દ્વારા સૌથી ઓછા પરંતુ 13.15 ટકા ઓનથી ભાવ આવતા હવે રૂપિયા 1.99 કરોડના ખર્ચે નવુનાલુ બનાવવામાં આવશે. સ્ટેન્ડીંગમાં દરખાસ્ત મંજુર થયા બાદ વર્કઓર્ડર આપી તુરંત કામ ચાલુ કરાવવામાં આવશે.
મુંજકામાં રૂા. 2.89 કરોડના ખર્ચે બનશે આરોગ્ય કેન્દ્ર
મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં રાજકોટમાં નવા ભળેલા મુંજકા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર બનાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. રૂા. 2.89 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવશે. આ આરોગ્ય કેન્દ્ર અદાજે 1256 ચો.મી. પ્લોટ એરીયામાં ગ્રાઉન્ડ ફલોરમાં એક ક્ધસલ્ટીંગ રૂૂમ, એક મેડીકલ રૂૂમ, એક ઇમરજન્સી વોર્ડ, એક લેબોરેટરી, વેઇટીંગ એરીયા, લેડીઝ/જેન્સ ટોયલેટ તેમજ ફર્સ્ટ ફલોરમાં પુરૂૂષ તથા લેડીઝ માટે એક-એક વોર્ડ, એક સ્ત્રીઓ માટેનો વોર્ડ, એક સ્ટોર રૂૂમ, એક રેસ્ટ રૂૂમ, એક લેબોરેટરી, એક હેન્ડીકેપ ટોયલેટ બ્લોક તથા સેન્ડર ફલોરમાં એક ડાયાલીસીસ રૂૂમ, એક રેસ્ટ રૂૂમ, એક કોન્ફરન્સ રૂૂમ, એક આર.બી.એસ.કે. રૂૂમ, અને એક સ્ટોર રૂૂમ એમ મળી કુલ-1332.69 ચોરસ મીટરમાં બનાવવાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે.
સર્વેશ્ર્વર ચોકનું નવું નાળુ મોંઘુ પડશે
જાનાથમાં સર્વેશ્ર્વચ ચોકમાં આવેલ નાલાની દુર્ઘઠના બાદ ત્યાં નવુ બોક્સ ક્ધવર્ટ બનાવવાનું નિર્ણય લેવામાં આવ્યો હતો. વોકળાને ડાયવર્ટ કરી નવુ બોક્સ કલવર્ટ બનાવવા માટે રૂા. 4.91 કરોડમાં કામ આપવામાં આવલે અને હાલ કામ ચાલુ છે ત્યારે ડી માર્કેશન વખતે સર્વેશ્ર્વચ ચોકમાં આવેલ પ્રાઈવેટ પ્રપર્ટીના કારણે નવા નિર્માણધુન બોક્સ કલવર્ટના એઈમેન્ટમાં થોડો બદલાવ કરવાના લીધે બોક્સ કલવટની લંબાઈ 110 મીટરથી વધીને 120 મીટર હોવાથી વધારાના લંબાઈના કારણે ખર્ચમાં વધારો કરવાનું જરૂરિયાત ઉભી કરવા અગાઉ મંજુર થયેલ રૂા. 4,91,70,589માં રૂા. 1,2,53,411નો વધારો કરી આ કામ રૂપિયા 6,74,70, 000ના ખર્ચથી કરવામાં આવશ.ે અને રિવાઈઝ ખર્ચ મંજુર કરવા માટેની દરખાસ્ત આવતી લાકની સ્ટેન્ડીંમાં રજૂ કરવામાં આવી છે.
અધિકારીઓની બેદરકારી કે... મિલીભગત : 102.53 કરોડના કામો 13.15 ટકા ઊંચાભાવથી અપાશે
મહાનગરપાલિકાના અનુભવી અધિકારીઓ કે જેઓ વર્ષોથી એકને એક કામ ફરી વખત કરવા જઈ રહ્યા હોય છતાં બજારભાવ તેમજ પ્રોજેક્ટ એંની સંપૂર્ણ જાણકારી મેળવ્યા વર આનંદ ફાનંદ ટેન્ડર પ્રસિદ્ધ કરી દેતા હોવાનું ફરી એક વખત બહાર આવ્યું છે. આવતી કાલની સ્ટેન્ડીં કમિટીની બેઠકમાં 57 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં કરોડોના કામો મંજુર કરવામાં આવશ.ે પરંતુ અધિકારીઓની બેદરકારી અથવા અન્ય કારણોસર આ વખતે પણ રૂા. 102.53 કરોડના કામો 4.50 ટકાથી લઈને 13.15 ટકા ઓનથી આપવામાં આવશે. રેગ્યુલર કામો પણ ઓનથી આપવામાં આવી રહ્યા છે. જેમાં પમ્પીંગ સ્ટેશનનું મેન્ટેનન્સ અને મેઈન પાવર સંપર્ક કરવા માટેના કામે 12.75 ટકા વધુ ભાવથી તથા પ્યુરીફાયર અને આરો પ્લાન્ટની ખરીદી 8.66 ટકા વધુ ભાવથી અને 6 વોર્ડના રોડ ડિઝાઈનનું રૂા. 74.39 કરોડનું કામ પણ 11.97 ટકા ઓનથી આપવામાં આવશે. તેવી જ રીતે હરીહર ચોકમાં વોકળાનું કામ પણ 13.15 ટકા ઓનથી આપવામાં આવશે. જ્યારે મુંજકામાં નવુ તૈયાર થનાર આરોગ્ય કેન્દ્રનું કામ પણ માનીતી એજન્સીને 4.53 ટકા વધુ ભાવથી આપવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આમ આવતી કાલની સ્ટેન્ડીંગમાં પણ એજન્સીઓને લાભ અપાવવા અથવા અધિકારીઓની બેદરકારીના કારણે એક અબજ રૂપિાયથી વધુનું કામ ઓનથી આપી પ્રજાના પૈસાનો વેડફાટ કરવામં આવશે. તેવુ સ્ટેન્ડીંંમાં દરખાસ્ત મંજુર થયા બાદ ચર્ચામાં આવશે.