For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ક્વોરી ઉદ્યોગકારોની હડતાળ યથાવત્: કપચીની સપ્લાય બંધ

04:37 PM Oct 15, 2024 IST | admin
ક્વોરી ઉદ્યોગકારોની હડતાળ યથાવત્  કપચીની સપ્લાય બંધ

ગાંધીનગર ખાતે સરકાર સાથેની બેઠક નિષ્ફળ રહેતા સ્ટોનક્રશર બંધ રાખવા એસોસિએશનનો નિર્ણય

Advertisement

કવોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા વિવિધ પ્રશ્નોને લઇને અચોક્કસ મુદતની હડતાલ કરવામાં આવી છે. જેના 12માં દિવસે ગાંધીનગર ખાતે ખાણ ખનીજ વિભાગ સાથે બેઠક કરવામાં આવી હતી. પરંતુ આ બેઠકમાં નિરાકરણ નહીં આવતા બેમુદતી હડતાલ યથાવત રાખવા માટે કવોરી એસોસીએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ક્વોરી એસોસિએશનના મહામંત્રી અમિત સુથારએ જણાવ્યું હતું કે, કમિશનરની અધ્યક્ષતામાં ક્વોરી એસોસિએશનની બેઠક મળી હતી.

કમિશનર દ્વારા પોઝીટીવ અભિગમ અપનાવવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી અમારા જે પ્રશ્નો છે તે પ્રશ્નોનું નિરાકરણ આવતું અમને દેખાયું નથી. જેથી કરીને અમે ગુજરાતના સર્વ જિલ્લા પ્રમુખોની મીટિંગ મળી હતી. એ મીટિંગની અંદર સર્વાનુમતે ચર્ચા કરી જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી અમારો ધંધો-રોજગાર બંધ રાખીશું. ગુજરાત રાજ્યમાં લીઝ અને લીઝના સંચાલકો દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાળ પાડવામાં આવી છે. હડતાળ પર ઊતરતાં રાજ્યની તમામ ક્વોરીઓ બંધ થઈ ગઈ છે. બીજી બાજુ ભારે વરસાદને કારણે મુખ્ય નેશનલ અને સ્ટેટ હાઇવેથી લઇ જિલ્લાનાં મુખ્ય માર્ગો પણ ખખડધજ થઈ ગયા છે.

Advertisement

જેને રિપેર કરવા ડામર કપચી, ડસ્ટ મટીરીયલની જરૂૂર પડશે, પણ હાલ ક્વોરી બંધ હોય સરકારના નિર્ણયથી તંત્ર રસ્તા બનાવી શકતી નથી જેને કારણે લોકોને વેઠવાનો વારો આવશે. સામે દિવાળીનો તહેવાર છે અને 31 ઓક્ટોમ્બરના રોજ કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના હોઈ સરકારે નવા રોડ બનાવવા કરોડો રૂૂપિયાની ફાળવણી પણ કરી છે. ત્યારે સામે કોઈ ક્વોરીમાં મટીરીયલ નથી તો તંત્ર કેવી રીતે કામગીરી કરશે. સરકાર જલદી નિર્ણય લે તો ક્વોરી ઉદ્યોગ પુન: ધમધમતો થાય તો મટીરીયલ તૈયાર થાય અને રોજગારીની ચિંતા કરતાં 500 મજૂરની રોજગારી યથાવત રહેતા તેમની દિવાળી પણ નહિ બગડે તો સરકારે તાત્કાલિક નિર્ણય લેવાની જરૂૂર છે.

ક્વોરી ઉદ્યોગને લગતા લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ આવ્યો નથી. હાલમાં પર્યાવરણીય મંજૂરી અને ખાણકામ આયોજન કારણસર ગુજરાતની ખાણોના ઉદ્યોગને બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા સ્તરની પર્યાવરણીય કમિટી ઉઊઈંઅઅ દ્વારા ઈસ્યુ કરવામાં આવેલા તમામ ઊઈ રાજ્ય સ્તરની પર્યાવરણ કમિટી (જઊઈંઅઅ) દ્વારા ફરીથી મૂલ્યાંકનની કાર્યવાહી આગામી તા.26 ઓક્ટોબર 2024 સુધીમાં પૂર્ણ નહીં થાય તો, લગભગ રાજ્યભરની બાકી રહેલી તમામ કવોરીલીઝનું (અઝછ) બંધ થનાર છે.]

કપચીની સપ્લાય બંધ થતા બાંધકામ ઉદ્યોગ ઉપર અસર

કવોરી લીઝ ધારકોની હડતાલનાં કારણે સ્ટોનક્રશર પણ બંધ થઇ જતા બાંધકામ ઉદ્યોગ ઉપર તેની વિપરીત અસર થવા લાગી છે. હજુ ચોમાસુ સીઝન પુરી થઇ છે ત્યાં જ કવોરીલિઝ ધારકોની હડતાલના કારણે સ્ટોનક્રશર બંધ થઇ જતા બાંધકામ ઉદ્યોગમાં આર.સી.સી. વર્ક માટે જરૂરી કપચીની સપ્લાય પણ બંધ થઇ ગઇ છે. જેના કારણે મોટા પ્રોજેકટોના બાંધકામને અસર થવા લાગી છે. હડતાલ લાંબી ચાલે તો કપચીના વાંકે મોટા બાંધકામ પ્રોજેકટો પણ અટકી પડે તેવી સ્થિતિ છે. કોન્ટ્રાકટરોનું કહેવું છે કે, હડતાલ લંબાય તો બાંધકામ વ્યવસાયની ગાડી પાટેથી ઉતરી જાય તેવો ભય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement