For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા સ્ટેશનો પર ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ચેકિંગ

04:56 PM Oct 10, 2024 IST | admin
રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા સ્ટેશનો પર ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ચેકિંગ

સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત ખાણીપીણીના વિક્રેતાઓને જાગૃત કરાયા

Advertisement

રાજકોટ ડિવિઝન દ્વારા 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર, 2024 દરમિયાન સ્વચ્છતા પખવાડા મનાવવામાં આવી રહયું છે. આ પખવાડિયા દરમિયાન, રેલવે પરિસરને સુંદર બનાવવા માટે વિવિધ સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ સતત કરવામાં આવી રહી છે. સ્વચ્છતા પખવાડા દ્વારા સામાન્ય જનતા અને મુસાફરોને જાગૃત કરીને અને તેમની ભાગીદારીથી સ્વચ્છતા વ્યવસ્થામાં સુધારો કરવામાં આવી રહ્યો છે. આજે સ્વચ્છ ખોરાક દિવસ અંતર્ગત, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા સહિતના રાજકોટ ડિવિઝનના વિવિધ મુખ્ય સ્ટેશનો પર અને ટ્રેનોની પેન્ટ્રી કારમાં ઉપલબ્ધ ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી હતી.

જેથી મુસાફરો સ્વચ્છ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થ મળી શકે. ઉપરાંત ખાણીપીણીના વિક્રેતાઓને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ શ્રેણીમાં તાજેતરમાં સ્વચ્છ પરિસર દિવસ નિમિત્તે રેલવે કોલોની, રિટાયરિંગ રૂૂમ, પેસેન્જર વેઈટીંગ રૂૂમ, રેસ્ટ હાઉસ અને ડોરમેટરીની સફાઈની સાથે રેલ્વે પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રેલ્વે પ્રશાસન રેલ્વે પરિસરની મુલાકાત લેતા અને રેલ્વે સુવિધાઓનો લાભ લેતા મુસાફરોને રેલ્વે પરિસરને સ્વચ્છ રાખવામાં રેલ્વેને સહકાર આપવા વિનંતી કરે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement