પ્ર.નગર પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જવાનોએ સીપીઆર તાલીમ લીધી
04:32 PM Oct 03, 2024 IST | Bhumika
Advertisement
કોરોનાની વૈશ્વિક મહામારી બાદ ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સામાં સતત વધારો થયો છે અને એમાં પણ યુવાઓના હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.આવી ઘટનાન બને તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ જવાનોને સીપીઆર ટ્રેનીંગ લેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.ત્યારે રાજકોટ શહેરના જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી હતી.આ તકે પ્ર. નગર પોલીસના પીઆઇ બી.એમ.ઝણકાટ,પીઆઇ પિયુષ ડોબરીયા,પીએસઆઈ જે.એમ.જાડેજા,પીએસઆઈ આઈ.એ.બેલીમ,પીએસઆઈ પી.કે.પઢીયાર,આઈએસઆઈ ડી.વી.ખાંભલા,મન્સુરશા તેમજ હોમગાર્ડ જવાન સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.તેમજ આરોગ્ય શાખાની ટીમે જણાવ્યું હતું કે સીપીઆરથી તમે હાર્ટફેઈલ થઈ જતા દર્દી ડોકટર સુધી પહોંચે તે પહેલાં તેમને સીપીઆર આપી નવું જીવન આપી શકીએ છીએ.
Advertisement
Advertisement