For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુંદાવાડી શાક માર્કેટ પાસેથી અજગર પકડાયો

05:53 PM Sep 11, 2024 IST | Bhumika
ગુંદાવાડી શાક માર્કેટ પાસેથી અજગર પકડાયો
Advertisement

રાત્રે અગિયારેક વાગ્યે વોંકળા કાંઠે આવેલ કોમ્પ્લેક્ષમાં ચડી આવતા બે રિક્ષાચાલકોએ પકડી લીધો, સર્પવિદે કબજો લઈ ફોરેસ્ટ વિભાગને સોંપ્યો

રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં ગતરાત્રે અજગર ચડી આવતા રહેવાસીઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. રાત્રે આ અંગે સર્પવિદને જાણ કરવામાં આવતા તેણે અજગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ ગતરાત્રે 11 વાગ્યા આસપાસ ગુંદાવાડી શેરી નં. 21માં આવેલા એક કોમ્પલેક્ષમાં લગભગ 7.5 ફૂટ લાંબો અજગર આવી ચડતા નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ અજગરને કોમ્પલેક્ષ બહાર કાઢી રોડ ઉપર લાવી સર્પવિદ કમલેશ ડોડિયા તથા ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.

Advertisement

આ અંગેસર્પવિદ કમલેશ ડોડિયાનો સંર્પક કરતા તેમણે જણાવ્યું હતું કે, રાત્રે લગભગ 11 વાગ્યા આસપાસ ગુંદાવાડી વિસ્તારમાં અજગર હોવાનો કોલ મળતા તેઓ ત્યાં દોડી ગયા હતાં. અને ગુંદાવાડી શાકમાર્કેટ પાસે આવેલા વોકળાની બાજુમાં બે રિક્ષા ચાલકોએ અજગરને પકડી રાખેલ હોય તેમની પાસેથી અજગરનો કબજોલઈ આજે સવારે આર.એફ.ઓ. વિક્રમસિંહ પરમારને સોંપ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, હાલ ભારે વરસાદની સીઝનના કારણે વોકળામાં પાણીનું પ્રેસર આવતા અજગર બહાર આવી ગયો હોઈ શકે. અમે પકડેલો અજગર મેઈલ છે અને અત્યારે અજગર સર્વાઈવ કરવા તથા મેટિંગ કરવા માટે બહાર આવતા જ હોય છે. તાજેતરમાં જ આજીડેમમાં પણ અજગર દેખાયો હતો.

જો કે, શહેરની મધ્યમાં આવેલ ગુંદાવાડી શાક માર્કેટ પાસેથી અજગર પકડાયો હોવા છતાં મહાનગરપાલિકાના ઝુ વિભાગ કે ફાયર બ્રિગેડ વિભાગને કોઈ ખબર નહીં હોવાનો જવાબ મળ્યો હતો. જ્યારે ડી.એફ.ઓ. તુષાર પટેલ પણ અજાણ હતાં સર્પવિદ કમલેશ ડોડિયાએ જેને અજગર સોંપ્યો હતો તે આર.એફ.ઓ. વિક્રમસિંહ પરમારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુંદાવાડીમાંથી રાત્રે પકડાયેલો અજગર આજે અમને સોંપવામાં આવ્યો છે. તેમણે જણાવેલ કે, હાલ ભારે વરસાદના કારણે અજગર બહાર નિકળતા હોય, છેલ્લા ટુંકા સમયમાં અમે પાંચેક અજગરના રેસ્ક્યુ કરેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement