રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ નહીં લેનાર અરજદારોને આધારકાર્ડ માટે ધક્કા

05:10 PM Feb 24, 2024 IST | Bhumika
Advertisement

આધાર કાર્ડ કાઢવા અંગે સૌથી વધુ ઘસારો રાજકોટ મહાનગરપાલિકા અને પોસ્ટ ઓફિસોમાં રહે છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં ટેકનિકલી ફોલ્ટને કારણે પાંચ દિવસ આધાર કેન્દ્રો બંધ રહ્યા હતા. ત્યારબાદ શરૂૂ થતા ની સાથે જ આધારની કામગીરીમાં હાલ રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોનમાં કુલ નવ કીટ છે ત્યારે એ નવ કીટમાં ફક્ત અને ફક્ત સગીર વયના જ આધાર કાર્ડ નીકળે છે મોટી ઉંમરના એટલે કે પુખ્ત ઉંમરના આધાર કાર્ડ નીકળતા ન હોવાને પગલે લોકોને પારાવાર હાડમારી અને હાલાકી ભોગવવી પડે છે. રાજકોટ મહાનગરપાલિકામાં પઆધાર કેન્દ્રથ નું સપ્ટેમ્બર 2023 માં પૂર્વ મેયર ડો. પ્રદીપ ડવ ના વરદ હસ્તે લોકાર્પણ સમયે પદાધિકારીઓએ જણાવ્યું હતું કે હવે આધાર કાર્ડની વધુ કીટો ફાળવવામાં આવશે અને લોકોને લાઇનમાં ઊભા રહેવું નહીં પડે. પરંતુ અપૂરતા ઓપરેટર, ટેકનિકલી ખામી અને આધાર ઓથોરિટી સાથે સંકલનના અભાવે હાલ તો લોકોને આધારકાર્ડ માટે અભિમન્યુના સાત કોઠા વિંઝવા જેવી હાલત છે.

Advertisement

આમ તો રાષ્ટ્રીયકૃત બેંકે આ અંગે કામગીરી કરવાની થતી હોય છે પરંતુ બેંકો આધારકાર્ડના કામગીરી માં ઠાગાઠૈયા કરતી હોય છે અને કલેકટરના હુકમને પણ અવગણતી હોય છે શહેરની આધાર કેન્દ્રો માની બેંકોમાં કેટલીક શાખાઓમાં લોકો જ્યારે આધાર કાર્ડ માટે જાય છે ત્યારે કાઢી દેવામાં આવતા નથી અને સમયસર કોઈ હોતું પણ નથી. સ્ટાફ હોવા છતાં તેઓ જણાવે છે કે અગાઉ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી પડે તેની જ કામગીરી કરવાની થાય છે. ઓનલાઇન એપોઇન્ટમેન્ટ નો હઠાગ્રહ રાખે છે જેના માટે લોકોને સાયબર કાફે શોધવા પડે છે અને બેંકો નિયમોને ઘોળીને પી જાય છે. જેને પગલે રાજકોટ મહાનગરપાલિકામાં સતત ઘસારો રહે છે અને હાલ રાજકોટ મહાનગરપાલિકામાં પુખ્ત ઉંમરના એટલે કે 18 વર્ષથી ઉપરના નાગરિકોના આધાર કાર્ડ ની કામગીરી બંધ હોવાને પગલે લોકોના અનેક કામો અટકી પડે છે. આધાર અને પાનકાર્ડ લિંક ન હોવાને પગલે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હાલ આધાર પાનકાર્ડ લિંક ન હોવાને પગલે કેન્દ્ર સરકારે 1000 રૂૂપિયા પેનલ્ટી કરતા અત્યાર સુધીમાં 600 કરોડ રૂૂપિયા દંડ કરી ઉઘાડી લુટ ચલાવી છે.

હાલ રાજકોટ મહાનગરપાલિકામાં ત્રણ ઝોનમાં જ આ કામગીરી કરવામાં આવે છે. પરંતુ દરેક વોર્ડમાં એક કીટ આપી ઓપરેટર બેસાડી લોકોની સમસ્યાનું નિવારણ કરવું જોઈએ. અગાઉના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે લોકોને હવે તમામ કામગીરી વોર્ડ ઓફિસેથી થશે પરંતુ આધાર જેવી મહત્વની કામગીરી માટે લોકોને કામ ધંધા બંધ રાખી રોડ ઓફિસો સુધી ધક્કાઓ ખાવા છતાં કામગીરી થતી નથી. રાજકોટ મહાનગરપાલિકા આ બાબતે તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ થાય એ માટે પ્રયત્નશીલ છે પરંતુ આધાર ઓથોરિટીમાં અંધેરી નગરી ગંડુ રાજા જેવો વહીવટ ચાલતો હોવાને પગલે સમસ્યાનું નિરાકરણ થતું નથી. જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર સંકલન કરી વધુ આધાર કેન્દ્રો ખોલે અને લોકોને પડતી મુશ્કેલીઓ નું નિરાકરણ કરે એવી અંતમાં અતુલ રાજાણીએ માંગ ઉઠાવી છે.

Tags :
Aadhaar cardgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement