For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાસ્ત્રી મેદાન ખાતે પુરુષોત્તમ પ્રકાશ રાત્રી પારાયણનો પ્રારંભ

04:42 PM Mar 26, 2024 IST | Bhumika
શાસ્ત્રી મેદાન ખાતે પુરુષોત્તમ પ્રકાશ રાત્રી પારાયણનો પ્રારંભ
  • વક્તા પદે સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી તેમજ સ્વામી કૈવલ્યસ્વરૂપદાસજી દ્વારા કથાનું સંગીતના કલરવ સાથે રસપાન, પોથીયાત્રા, શોભાયાત્રા, શાકોત્સવ સહિતના આયોજન : બહેનો માટે સર્વાઈકલ વેક્સિન કેમ્પ

Advertisement

ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વ જીવ હિતાર્થે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરેલી અને સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી આ સંપ્રદાય અવિરત રહે તેવા શુભ આશયથી અનેક મંદિરો બનાવ્યા જેમાં દક્ષિણ વિભાગ અંદર સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયની આસ્થાનું કેન્દ્ર ગણાતા વડતાલ ધામ આંગણે 200 વર્ષ પૂર્વે ભવ્ય મંદિરનું નિર્માણ કર્યુ તેનો દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ ચાલી રહ્યો હોય તેમજ આચાર્યની સ્થાપના કરી તેમના 200 વર્ષ પૂર્ણ થયા હોય તેમજ વડતાલ દેશ પીઠાધીપતિ આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના 75માં પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ અંતર્ગત રાજકોટ શહેરને આંગણે શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ-2ાજકોટ શાખા તથા શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ-વડતાલ દ્વારા ભવ્ય શ્રી સ્વામિનારાયણ મહોત્સવ તેમજ પસ્મ પૂજ્ય શ્રી લાલજી મહારાજનો 50મો સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન તારીખ 26 થી 31 માર્ચ દરમિયાન રાજકોટ શહેરના શાસ્ત્રી મેદાન ખાતે કરવામાં આવ્યું છે.

આ મહોત્સવ અંતર્ગત નિષ્કુળાનંદ સ્વામી રચિત શ્રી પુરુષોત્તમ પ્રકાશ રાત્રી પારાયણનું તારીખ 26 થી 29 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના વક્તા પદે ગઢપુર નિવાસી શાસ્ત્રી સ્વામી ઘનશ્યામવલ્લભદાસજી તેમજ સ્વામી કૈવલ્યસ્વરૂૂપદાસજી-વડતાલ બિરાજી કથાનું સંગીતના કલરવ સાથે રસપાન ક2ાવશે. જે અંતર્ગત તારીખ 26 ને સાંજે 7.00 વાગ્યે ભવ્ય પોથીયાત્રા નીકળશે આ પોથીયાત્રાની અંદર વડતાલથી નાના લાલજી મહારાજ પુષ્યેન્દ્ર પ્રસાદજી મહારાજ પધારશે અને દર્શનનો લાભ આપશે. આ કથા અંતર્ગત ઘનશ્યામ જન્મોત્સવ, ભગવાન સ્વામિનારાયણ ગાદી પટ્ટાઅભિષેક મહોત્સવ તથા વડતાલ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે.

Advertisement

આ મહોત્સવ અંતર્ગત સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવી આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજીના મહારાજ 50માં સુવર્ણ જયંતી મહોત્સવની ઉજવણી ભવ્યથી ભવ્ય રીતે તારીખ 30-03-2024 શનિવારના રોજ ઉજવાશે આ જન્મોત્સવ અંતર્ગત બપોરે 3 વાગ્યે લાલજી મહારાજની હાથીની અંબાડીએ ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા રાજકોટના કોઠારીયા નાકા પેલેસ રોડ ખાતેથી નીકળી પેલેસ રોડ થઈ કેનાલ રોડ થઈ ભૂતખાના ચોક થઈ ગોંડલ રોડ થઈ માલવિયા ચોક થઈ શાસ્ત્રી મેદાન ખાતે જશે. શોભાયાત્રાની અંદર હાથી, ઘોડા, ઊંટ ગાડી, બગી, નાસિક ઢોલના સથવારે રાજકોટના રાજ માર્ગો ગુંજી ઉઠશે. શાસ્ત્રી મેદાન ખાતે ભવ્યાતિભવ્ય જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે તેમજ ભવ્ય સત્સંગ સભા યોજવામાં આવશે. આ મહોત્સવની અંદર ગુજરાત સહિત દેશભરમાંથી તેમજ વિદેશમાંથી 50,000થી વધારે હરિભક્તો ઉમટી પડશે.આ મહોત્સવ અંતર્ગત તારીખ 30 માર્ચના રોજ ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પૂર્વે લોયાધામને આંગણે કરેલ શાકોત્સવની ઝાંખી કરાવતા મહાશાકોત્સવનું આયોજન કરવામાં આવશે. આ શાકોત્સવની અંદર ભગવાન સ્વામિનારાયણે જેમ ઘીથી વઘાર કરેલ હતો તેવી જ રીતના 1000 મણ રીંગણાના શાકનો વઘાર 1000 કિલો ઘીથી લાલજી મહારાજના હસ્તે કરવામાં આવશે અને ભવ્ય શાકોત્સવ યોજાશે.આ મહોત્સવ અંતર્ગત બહેનો માટે સર્વાઈકલ વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ અંતર્ગત તાજેતરમાં જ સમગ્ર વિશ્વની અંદર ભવ્ય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ આ મહોત્સવ અંતર્ગત તારીખ 31 માર્ચને રવિવારના સવારે 8 વાગ્યાથી અ.સો. ગાદીવાળા માતૃની આજ્ઞાથી અ.સો. ઉર્વશી કુંવરબાના માર્ગદર્શન પ્રમાણે શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ-વડતાલ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનનું ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement